તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ધ્રાંગધ્રામાં 171 વિધવા મહિલાને જીવનજરૂરી વસ્તુની કિટ અપાઇ, મામલતદાર અને સ્વૈચ્છિક સંસ્થાઓનું સેવાકાર્ય

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને લીધે બજેટ ખોરવાતાં મુશ્કેલી વધી હતી

ધ્રાંગધ્રા મામલતદાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા દિવાળી તહેવારને ધ્યાને લઇ સેવાકાર્યનું આયોજન કરાયુ હતુ. જેમાં શહેરના 171 જરૂરીયાત મંદ વિધવા મહિલાઓને અનાજ, કરીયાણાની કીટ તૈયાર કરાઇ હતી. જે અર્પણ કરાતા મહિલાઓમાં આનંદની લાણગી છવાઇ હતી.

કોરોના કાળને લઇ અનેક લોકોના બજેટ ખોરવાતા આ વર્ષના તમામ તહેવારો સાદગી પુર્વક ઉજવવા પડ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વિધવા મહિલાઓ પણ તહેવાર ઉજવી શકે તે માટે તેમને મદદરૂપ બનવા પોતાની સરકારની ફરજ સાથે સેવાકાર્ય ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર ભાવેશભાઇ દવે, મામલતદાર ભગીરથસિહ ઝાલાએ આયોજન કર્યુ હતુ.જેમાં રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ, રામભક્ત હનુમાન અન્નક્ષેત્ર, પત્રકારો અને સેવાભાવી નાગરીકો અને સ્વૈચ્છીક સંસ્થાની મદદ લઇ અનાજ કરીયાણાની કિટ તૈયાર કરાઇ હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા 171 જરૂરીયાતમંદ વિધવા મહિલાઓને અર્પણ કરવામાં આવી હતી. આમ દિવાળી તહેવારમાં જીવનજરૂરી વસ્તુની કિટ અપાતા મહિલાઓમાં આાનંદની લાગણી છવાઇ હતી. જ્યારે શહેરીજનોએ આ સેવા કાર્યને બિરદાવયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો