તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટી અંગે 125ને નોટિસ ફટકારાઈ

ધ્રાંગધ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાના, સ્કૂલ, કોમ્પ્લેક્સની તપાસ કર્યા વગર નોટિસ

ધાંગધ્રા નગરપાલિકા દ્વારા લોકોની સેફ્ટી માટે તે દવાખાના સ્કૂલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષ સહિતના મિલકત ધારકોએ જરૂરી ડોક્યુમેન્ટ આપ્યા બાદ અમદાવાદની ટીમ દ્વારા કોઈ તપાસ કર્યા વગર નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે નોટિસ મળ્યા બાદ મિલકત ધારકો લાઈસન્સ માટે કામગીરી નહીં કરે તો કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું આમ નોટિસથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દેશમાં હોસ્પિટલો, સ્કૂલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગવાના બનાવો બને છે. જેને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો બન્યા છે. ત્યારે સરકારના આદેશ મુજબ કોમર્શિયલ કોમ્પલેક્ષ, દવાખાના સ્કૂલ અને વેપાર ધંધામાં ફાયર સેફ્ટી માટેની લાઈસન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

વેપારીઓ દ્વારા લોકો દ્વારા લાયસન્સ લેવા માટે આનાકાની કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા દવાખાના, સ્કૂલ અને કોમ્પલેક્ષ સહિતના મિલકત ધારકોએ ફાયર સેફ્ટીનું લાઈસન્સ લેવા માટેની કાર્યવાહી કરી જરૂરી ડોક્યુમેન્ટ મેળવી અરજી કરી હતી.

ત્યારે અમદાવાદની ફાયર સેફ્ટીના અધિકારીઓને સુપર વિઝન કરવા માટે ટીમ ધ્રાંગધ્રા આવી કેમ્પ કર્યો હતો. ત્યારે કોઈ સ્થળ ચેકિંગ કર્યા વગર 125 જેટલા મિલકત ધારકોને નોટિસ ફટકારી લાઇસન્સ લેવા માટેની કાર્યવાહી કરવાનું જણાવી તાકીદ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં ફાયર સેફ્ટીનું લાઈસન્સ નહી લે તો નગરપાલિકા દ્વારા મિલકતો સીલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાતા વેપારીઓ, ડોક્ટરો, સ્કૂલ સંચાલકો, કારખાનાના માલિકો નોટિસને લઈને રોષ જોવા મળ્યો હતો.

જ્યારે કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર નોટિસ આપ્યાના અધીકારીના કામકાજ સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...