કોરોના અપડેટ:જિલ્લામાં 8 કેસ, અમદાવાદ લગ્નમાં ગયેલા ધ્રાંગધ્રાના પરિવારના 5 સભ્ય સંક્રમિત થયા

ધ્રાંગધ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ફિદાઈબાગમાં કેસ આવતાં વિસ્તાર સેનેટાઈઝ કરાયો. - Divya Bhaskar
લીંબડી ફિદાઈબાગમાં કેસ આવતાં વિસ્તાર સેનેટાઈઝ કરાયો.
  • વઢવાણમાં 2 કેસ જ્યારે લીંબડીમાં 1 કેસ નોંધાયો
  • શરદી સિવાયનાં કોઈ લક્ષણ ન જણાતાં હોમ ક્વૉરન્ટાઇન કરાયા

જિલ્લામાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના 8 કેસ નોંધાયા હતા. અમદાવાદ લગ્નમાં ગયેલા ધ્રાંગધ્રાના પરિવારના 5 સભ્ય સંક્રમિત થયા હતા વઢવાણમાં 2 કેસ નોંધાયા હતા. જ્યારે લીંબડી ફિદાઈબાગમાં બંને જોઢ લીધા યુવાનનોરિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી પાલિકાની ટીમે વિસ્તારને સેનેટાઈઝ કર્યો હતો. આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ 17 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાહતની વાત એ છે કે હાલના સમયે એક પણ દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરાયા નથી.

ધ્રાંગધ્રામાં ક્લબ રોડ વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના પરિવારજનો અમદાવાદ લગ્નપ્રસંગે જઈ પરત આવ્યા હતા. તેઓને શરદી સહિતનાં લક્ષણો જણાતાં તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં એક સાથે 5 જણાને કોરોના પૉઝિટિવનો રીપોર્ટ આવ્યો હતો. એક જ પરિવારના 5 સભ્ય સંક્રમિત થતાં ધાંગધ્રા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. હીરામણિ, મામલતદાર હીરાણી, ચીફ ઑફિસર મન્ટીલભાઈ પટેલ ટીમ સાથે વિસ્તારમાં દોડી ગયા હતા. વિસ્તારની મુલકાત લઈને કોરોના થયેલા પરિવારજનોને ઘરમાં જ ક્વૉરન્ટાઇન કરયા હતા.

વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ઘરાઈ છે. ઘરમાં દર્દીઓ ક્વૉરન્ટાઇન હાથ ધરાઈ છે. ટીડીઓ ડૉ. હીરામણિએ જણાવ્યું કે ધ્રાંગધ્રામાં એક જ પરિવારના સંક્રમિત થયેલા પાંચેય સભ્યની તપાસ કરી હોમ ક્વૉરન્ટાઇન કરાયા છે. અન્ય કોઈને સંક્રમણ થયું છે કે નહીં તે તપાસવા દર્દીના સંપર્કમાં આવેલાની આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. વઢવાણમાં પણ વધુ 2 કરોનાના કેસ નોંધાતાં બુધવારે 1 જ દિવસમાં કુલ 8 કેસ નોંધાયા હતા.

કોરોના દર્દીઓને સામાન્ય તાવ અને શરદી સિવાય અન્ય લક્ષણો નથી
કોરોનાના દર્દીઓને એક દિવસ સામાન્ય તાવ આવ્યા બાદ સામાન્ય તાવ અને શરદી જોવા મળી હતી. તે સિવાય કોઈ પણ અન્ય તકલીફ ન હોવાથી આરોગ્ય તંત્ર રાહતનો શ્વાસ લીધો છે. આ પાંચેય દર્દીને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા હતા.

દર્દીઓએ કોરોના વેક્સિનમાં ડોઝ લીધેલા હોવાથી સામાન્ય અસર થઈ
સંક્રમિત દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હોવા છતાં પૉઝિટિવ આવ્યો છે. આ અંગે નિષ્ણાત ડૉક્ટરના જણાવ્યા અનુસાર વેક્સિન લીધેલી હોવાથી કોરોનાની હળવી અસર જોવા મળી હતી.

3184 કિશોર-કિશોરીએ રસી મૂકાવી, જિલ્લામાં કુલ 24.83 લાખ લોકોનું રસીકરણ
જિલ્લામાં બુધવારે 15 થી 18 વર્ષના 3184 કિશોર-કિશોરીઓને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 12.62 લાખ પ્રથમ અને 12.21 લાખ બીજા ડોઝ સાથે કુલ 24.83 લાખ લોકોનું રસીકરણ થયું હતું. સુરેન્દ્રનગર, લીંબડી, પાટડી, સાયલા, ચુડા, મૂળી, ધ્રાંગધ્રા, ચોટીલા, લખતર સહિતના તાલુકા મથકોમાં કિશોર અને કિશોરીને શાળામાં જ રસી અપાય રહી છે. બુધવારે 3184 વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...