ક્રાઇમ:ધ્રાંગધ્રાના નારીચાણામા ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ ધમધમે છે

ધ્રાંગધ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
નારીચાણામાં તંત્રની મીઠી નજર નીચે ચાલતા ગેરકાયદે રેતીના વોશપ્લાન્ટ. - Divya Bhaskar
નારીચાણામાં તંત્રની મીઠી નજર નીચે ચાલતા ગેરકાયદે રેતીના વોશપ્લાન્ટ.
  • મોટી સંખ્યામાં રેતીના ડમ્પરો ભરાઇ વેચાણ થાય છે

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણામા તંત્રની મીઠી નજર નીચે ખુલ્લેઆમ રોડ પર રેતીના વોશ પ્લાન્ટ ચાલી રહ્યા છે. 24 કલાક વોશ પ્લાન્ટમાંથી રેતીના ડમ્પર ભરીને જુદાં જુદાં સ્થળે મોકલીને લાખોની ગેરકાયદે રેતી માફિયાઓ કમાણી કરી રહ્યા છે. સરકારી તંત્રને રોજ મોટા પ્રમાણમાં ખનીજ આવકનું નુકસાન થાય છે. ત્યારે આવા રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

નારીચાણા ગામે રેતી માફિયાઓ દ્વારા તંત્રની મીઠી નજર નીચે નારીચાણા -ધ્રાંગધ્રા રોડ પર પુલ પાસે એક પ્લાન્ટ, જેટકોના સબસ્ટેશન સામે રેતીનો વોશ પ્લાન્ટ અને રાવળિયાવદરના સીમાડે સહિતના ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ ચાલી રહ્યા છે.

લાખો ટન રેતીના ઢગલા કરી આ પ્લાન્ટમાંથી રેતીના ડમ્પર ભરી રાજ્યના અમદાવાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા સહિત અનેક ગામોમાં રેતી મોકલી કમાણી કરાય છે. આમ રેતી માફિયાઓને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. સરકારી તંત્રને પણ ખનીજનું આવકનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગણી કરવામાં આવી છે.

ફરિયાદ કરતા લોકો ડરે છે
રેતીનો ગેરકાયદે વોશ પ્લાન્ટના માફિયા સાથે પોલીસ, રાજકીય, સરકારી તંત્રના અધિકારીઓની સંડોવણી અને પાછલા બારણે ભાગીદારી હોવાથી માફિયાઓ સામે ફરિયાદ કરાય તો તંત્ર દ્વારા નામ, સરનામા, મોબાઇલ નંબર સહિતની વિગતો રેતી માફિયાઓને મળી જાય છે. તેથી ફરિયાદીની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થાય છે. તેથી ફરિયાદ કરતા ડરે છે.

અન્ય સમાચારો પણ છે...