સુરેન્દ્રનગરમાં 2 માસમાં કુલ 3 દરોડા:ધ્રાંગધ્રા પાસેના ખાનગી ગોડાઉનમાંથી 23.09 લાખનો ઘઉં અને ચોખાનો ગેરકાયદે જથ્થો પકડાયો

ધ્રાંગધ્રા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સાયલામાં ઘરમાંથી અને લખતરમાં ખાનગી ગોડાઉનમાંથી ઘઉં, ચોખાનો જથ્થો પકડાયો હતો
  • ચોખા, ટ્રક સહિતના મુદ્દામાલ સાથે 1 શખસની ઘરપકડ કરાઇ, પૂછપરછમાં નીમકનગરમાં રહેતા ધ્રાંગધ્રાના શખસે ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું ખૂલ્યું

ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ ઉપર આવેલી કલ્પના ચોકડી પાસેના ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો હોવાની બાતમી મળી હતી.આથી તાલુકા પોલીસ દ્વારા મામલતદારને સાથે રાખી ગોડાઉન પર રેડ પાડતા ઘઉં અને ચોખા અને ટ્રક સહિત કુલ 23 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.જ્યાં ગોડાઉન મળી આવેલા શખસની પૂછપરછ કરતા નીમકનગર તા ધ્રાંગધ્રામા રહેતા શખસે ભાડે રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગોડાઉનમાં 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે અનાજનો જથ્થો સંગ્રહ કરવાના અને તે પકડાવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે.જેમાં પુરવઠા વિભાગ અને પોલીસ સાથે મળી દરોડા કરી આવો જથ્થો પકડી પાડે છે.

છેલ્લાં બે માસ જેટલા સમયમાં જિલ્લામાં બે સ્થળોએ દરોડા કરાયા છે.જેમાં સાયલામાં ઘરમાંથી અને લખતરમાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી રાશનનો ઘઉં, ચોખા,ખાંડનો જથ્થો મળી આવ્યો હતો.આ દરોડાની શ્યાહી સુકાઇ નથી ત્યાં વધુ એક દરોડો ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ ઉપર આવેલા ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલી સલીમભાઈ ઈસાભાઈ માણેકના ગોડાઉનમાં બાતમીના આધારે ધાંગધ્રા તાલુકા યુ.એલ.વાઘેલા, મામલતદાર મીસીસ હીરાણી, એએસઆઈ મદીનખાન, ભુપતભાઈ, વિરપાલસિંહ, શોયબભાઈ સહિત ટીમે બાતમીના આધારે દરોડો કર્યો હતો.જેમાં ગાયત્રી પાર્ક વિસ્તારમાં આવેલા સલીમભાઈ માણેકના ગોડાઉનમાં ચાલુ ટ્રકમાં ઘઉંનો જથ્થો લોડ કરતા પોલીસને જોઈ શખ્સો નાશી ગયા હતા.

પોલીસ મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ ઘઉં, ચોખાનો જથ્થો અને ટ્રક સહિત રૂ.23,09,500ના જથ્થો જડપી પાડી ગોડાઉનમા મળી આવેલા શખ્સ સદીક હુસેનભાઈ જામને ઝડપી પાડ્યો હતો.તેની પુછપરછ હાથ ધરવામાં આવતા ગોડાઉન અબજલ ઈબ્રાહિમ ધાચી રહે નીમકનંગર તા.ધ્રાંગધ્રા વાળાએ ભાડે રાખ્યાનુ જણાવ્યુ હતુ.આથી પોલીસે મળી આવેલા ધવ અને ચોખ્ખા જથ્થા અંગે કોઈ બીલ પુરાવા નહી મળતા જથ્થો સીલ કરી આરોપીને ઝડપી પાડવા માટે તાલુકા પોલીસ દ્વારા મામલતદાર અને પુરવઠા વિભાગને સાથે રાખીને તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રા ગોડાઉનમાં પકડાયેલો જથ્થો સરકારી ગોડાઉનમાંથી કે રેશનીંગ દુકાનમાંથી કે એફબીઆઇના ગોડાઉનમાંથી કે અન્ય જગ્યાએથી આવ્યો છે એ અંગે પોલીસ અને પુરવઠા વિભાગની તપાસમાં બહાર આવશે. હાલ આ ઝડપાયેલો જથ્થાને લઇ અનેક તર્કવિતર્કો અને ચર્ચાના ચકડોળે ચડ્યુ છે.

રેકોર્ડ મેઇન્ટેઇન નહોતો કર્યો
ધ્રાંગધ્રામાં ગોડાઉનમાંથી પકડાયેલુ અનાજનો જથ્થો રાખનાર એએસએમઇનું નોંધણી કરાવેલ છે. તેમની પાસે દાખલ સ્ટોક મેઇન્ટનન્સ, રેકર્ડ હાજરમાં ન હતું. માલિક હાજર નહીં હોવાથી હાલ જથ્થો સીઝ કર્યો છે. પ્રાથમિક રિપોર્ટ મામલતદારે આપ્યો છે. ગોડાઉન માલિકને 1 દિવસમાં રેકર્ડ રજૂ કરવા જણાવાયું છે. રેકર્ડ રજૂ કરી તેના પરથી સાચી ખબર પડે તેમ છે.> ભાવનાબા ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ, મામલતદારનું સંયુક્ત ઓપરેશન
ગોડાઉનમાંથી ઝડપાયેલો જથ્થો દરોડામાં ગોડાઉનની અંદર ઘઉંની બોરી 415 નંગ વજન 20,750 કિલો કિંમત કુલ કિંમતરૂ.6,01,750. જ્યારે લુઝ ઘઉં 6150 કિલો કિંમત રૂ.1,75,450, ચોખાની બોરી 321 વજન 12,700 કિલો કિંમત રૂ.2,49,401, 1 ટ્રક કિંમત12 લાખ, 1 રિક્ષા કિંમત રૂ.50 હજાર સહિત કુલ રૂ.2,30,9500 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે .

અનાજ ગોડાઉન ભાડે રાખનાર માલિકને બોલાવી જવાબ લેવાશે
અનાજના જથ્થા અંગે ગોડાઉન ભાડે રાખનાર માલિકને બોલાવી તેના જવાબ લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. અનાજ જથ્થા ખરીદી અંગેના જરૂરી પૂરાવા રજૂ કરવાનું જણાવાયું છે. જેમાં જિલ્લા પુરવઠા વિભાગ સાથે રાખીને તપાસ કામગીરી ચાલુ છે. સરકારી અનાજ નહીં હોવાનું જણાવ્યું છે. - એસ.વી. હીરાણી, મામલતદાર, ધ્રાંગધ્રા

સરકારની સૂચના મુજબ કાર્યવાહી હજુ ચાલુ રહેશે
સાયલામાંથી પકડાયેલા જથ્થા મામલે 4 સામે ફરિયાદની કાર્યવાહી કરાઈ છે.લખતરમાં પકડાયેલા અનાજ બાબતે 3 સામે FIR નોંધવાની કાર્યવાહી કરાઈ છે. સરકારની સૂચના મુજબ ગેરકાયદે સંગ્રહ કરાતો હોય તેમની સામે કાર્યવાહી હજુ ચાલુ રહેશે. - પી.જે.દવે, મુખ્ય પુરવઠા નિરીક્ષક, સુરેન્દ્રનગર

​​​​​​​ધ્રાંગધ્રામાં રેશનિંગ જથ્થાને સગેવગેનો વીડિયો પણ ફરતો થયો હતો
ધ્રાંગધ્રાની રેશનિંગ દુકાનમાંથી થોડાં દિવસ પહેલાં અનાજના જથ્થાને સગેવગે કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. તેને લઈને કાર્યવાહી કરાઈ ન હતી. ગરીબોના અનાજ ચાઉં કરનાર બહાર આવશે કે પછી ઘીના ઠામ ઘીમા પડશે તે સમય બતાવશે.

સાયલામાંથી રૂ.7.34 લાખની મતા ઝડપાઈ હતી
સાયલા તાલુકામાંથી એસઓજી પોલીસ ટીમે હોળીધાર વિસ્તારના વિજયભાઇ કુલધરિયાના ઘરેથી ઘઉં, ચોખા, તુવેર દારળ સસ્તા અનાજની દુકાને મળે તે સહિત રૂ.7,34,650નો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં 4 સામે ગુનો નોંધાયો હતો.

લખતરમાંથી રૂ. 24.70 લાખની મતા પકડાઈ હતી
લખતરના પાસેના ખાનગી ગોડાઉનમાંથી એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં ઘઉં, ચોખા ખાંડ મળીને કુલ રૂ.24.70 લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. જેમાં તપાસ કરતા મહાવીરસિંહનું ગોડાઉન હોવાનું ખૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...