રજુઆત:ધ્રાંગધ્રા-સોખડાની કેનાલ રીપેર નહીં થાય તો ખેડૂતોની આંદોલનની ચીમકી

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ રિપેર કરવા ખેડૂતોની તંત્રને રજુઆત

ધ્રાંગધ્રા- સોખડા ગામ પાસેથી લખતરથી ખેરવા જતી માઇનોર કેનાલ બિસમાર હાલતમાં છે. અવારનવાર સોખડા પાસે કેનાલ તૂટી જતી હોવાથી ખેતરોમાં પાણી વહી જાય છે. આસપાસના ખેતરોના પાકને ભારે નુકસાન થતું હોવાના કારણે ખેડૂતો દ્વારા નર્મદાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં કેનાલ રીપેર કરવાની માગણી કરાઈ છે. અને જો કેનાલ રિપેર નહીં થાય તો જનઆંદોલનની ચીમકી ખેડૂતોએ આપી હતી.

ધ્રાંગધ્રા- સોખડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મોઈનોર કેનાલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. જેના કારણે સોખડા ગામના ખેતરોમાં પાણી વહી જતું હોય ત્યારે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો અને ખેડ કરીને વાવેતર કરાયેેલા પાકમા નર્મદાનું પાણી ઘુસી જતા પાક બળી જાય છે. આથી ખેડૂતોને નુકસાનીનો વારો આવતો હોય છે.

આથી સોખડા ગામના કલ્પેશભાઈ પટેલ, શંભુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, માદેવભાઈ પટેલ અને ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી આવેદનપત્ર આપ્યુ હતુ. તાત્કાલિક સોખડા પાસેથી પસાર થતી બિસમાર કેનાલને રીપેર કરવાની માંગણી કરવામાં આવી છે. અને આ ટૂંક સમયમાં કેનલ રીપેર કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરી નર્મદાની કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી જનઆંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...