હુકુમ:પતિને 10 વર્ષની સજા: 1 લાખનો દંડ, જો દંડ ન ભરે તો 3 માસની સજા

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધ્રાંગધ્રાના દેવચરાડી ગામનો આત્મહત્યાનો બનાવ
  • નાની ઉંમરમાં અણસમજથી ભૂલ પ્રેમલગ્ન કરે છે સમજણ આવતા આત્મહત્યા કરવી પડે છે : કોર્ટ

ધ્રાંગધ્રાના દેવચરાડીમાં રહેતા ભૂપતભાઈ ધીરૂભાઈ ચીહલાએ 18 વર્ષીય સોનલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 3 વર્ષના સમયગાળામાં દોઢ વર્ષનો પુત્ર હતો. 18 જાન્યુઆરી 2017એ સોનલબેને સળગીને આત્મહત્યા કરી હતી. જેમા પતિ સામે આત્મહત્યા કરવા મજબૂર કરવાની ફરિયાદ નોધવાઈ હતી.

આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા ડોક્ટર,પોલીસ સહિત 23 સાહેદોની જુબાની, દસ્તાવેજીક પુરાવા અને સરકારી વકીલ વાસુદેવભાઈ એચ.ભટ્ટની દલીલો અને રજૂ કરવામાં આવેલા જુદા જુદા જજમેન્ટ ધ્યાને લઈ એડિશનલ સેસન્સ જજ એસ.એન.રાજપુરોહીતે આરોપી ભૂપતભાઈને 10 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો.

જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજા ભોગવવાની, દંડની રકમ પુત્ર પુખ્ત વયનો થાય ત્યાં સુધી ડિપોઝિટ કરવાનો હુકમ કર્યો હતો. જજ રાજપુરોહીત દ્વારા સજાના હુકમમાં નોંધ કરી નાની ઉંમરે પ્રેમ કરી પરિવારના વિરોધ વચ્ચે પ્રેમલગ્ન કરીને બાદમાં પતિના પ્રેમહુંફને બદલે અત્યાચારનો ભોગ બને છે. અને આત્મહત્યા કરવાનો કરૂણ અંજામ આવે છે.

અન્ય સમાચારો પણ છે...