માંગ:ધ્રાંગધ્રાની ઐતિહાસિક ઈમારતો ખંડેર બની, પુરાતત્ત્વ વિભાગ જતનમાં ઉદાસ

ધ્રાંગધ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રામાં આવેલી ઐતિહાસિક ઈમારત. - Divya Bhaskar
ધ્રાંગધ્રામાં આવેલી ઐતિહાસિક ઈમારત.
  • ગઢ અને ઈમારતો અનેક જગ્યાએ બિસમાર થવાથી મરામતની માંગ ઊઠી છે

ધ્રાંગધ્રા શહેરમાં આવેલી ઐતિહાસિક ગઢ અને ઈમારતને લોકો ગંદકી કરી દિન પ્રતિદિન દૂર દશામાં ફેરવી રહ્યા છે. શહેરીજનોની માંગણી છે કે આ ઐતિહાસિક ગઢ, ઈમારતની યોગ્ય મરામત કરવાય અને ખંડેરમાં ફેરવાતા બચાવવામાં આવે.ધ્રાંગધ્રાના ફરતે આવેલી ઐતિહાસિક ઈમારતોમાં અનેક જઞ્યાએ ગઢ તૂટી ગયો છે. ત્યારે આને લઈ ત્યાંથી નીકળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

આ અંગે ધ્રાંગધ્રા રહીશ અને સામાજિક કાર્યકર પ્રવીણભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ધ્રાંગધ્રાની શાન સમાન આ ઐતિહાસિક ગઢ પર ગંદકીને લઈને દીન પ્રતિદિન ખંઢેરમા ફેરવાય રહ્યો હોવાથી આ ગઢની જાળવણી માટે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાવી જોઈએ અને પુરાતનતત્વ વિભાગને રજૂઆત કરવી જોઈએ. અને તાત્કાલિક યોગ્ય કરવામા આવે તેવી લોકમાંગણી ઉઠી છે. તત્કાલીન મંત્રી આઈ.કે.જાડેજા દ્વારા ગઢને મરામત કરવા પુરાતનતત્વ વિભાગમાંથી ગ્રાન્ટ ફાળવીને મરામતનું કામ કરાવેલુ. ચીફ ઓફીસર રાજુભાઈ શેખે જણાવ્યું કે ગઢ પાસે સફાઇ કરાવીને મરામત માટે પુરાતનતત્વ વિભાગને જાણ કરી યોગ્ય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...