તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:વરિયાળીના પાકમાં ગુદિયાના રોગ અને કાળી મસીથી ખેડૂતો પરેશાન

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ખેતરોમાં વરિયાળીના પાકમા ફાલ અને વરિયાળીના દાણા બેસી ગયેલા જોવા મળે છે. - Divya Bhaskar
ખેતરોમાં વરિયાળીના પાકમા ફાલ અને વરિયાળીના દાણા બેસી ગયેલા જોવા મળે છે.
 • દવાનો છંટકાવ કરવાથી મસી પર નિયંત્રણમાં લઈ શકાય

વરિયાળીનુ વાવેતર ખેડૂતો કરવામા આવે છે. પાકમાં અત્યારે વરિયાળીના પાકમાં ગુદિયાના રોગ અને કાળી મસીથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે કૃષિ નિષ્ણાંત દ્વારા યોગ્ય દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય છે તેમ જણાવામાં આવ્યુ હતુ.ધ્રાંગધ્રા પથક પીયત વિસ્તાર છે અને નર્મદાની કેનાલની સુવિધા હોવાથી શીયાળામાં 250 હેક્ટરમાં વરિયાળીનુ વાવેતર કરતે તેના પાકમાં ફાલ આવી ગયા છે. ત્યારે ગુદિયાનો રોગ અને કાળી મસીનો ઉપદ્રવ જોવા મળતા પાકને નુકશાન થવાનો ભય ફેલાયો છે. આ અંગે ખેડૂત હકાભાઈ દલવાડીએ જણાવ્યું કે વરીયાળીના પાકનુ વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી.

પણ વરિયાળીમાં અત્યારે થોડા દિવસથી ગુદિયાનો રોગ અને કાળી મસીનો ઉપદ્રવ વધતા ફાલને નુકસાન થતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોને મોમા આવેલો કોળીયો જુટવાઈ જવાની ભીતિ સતાવી રહી છે. આ અંગે કૃષિ નિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે વરિયાળિમા ગુદિયાના રોગ ઝાકળને લીધે આવે છે અને કાળી મસી વરિયાળીના દાણા ચુસી જવાથી મોટું નુકશાન થાય છે. ગુદિયાના અને કાળી મસીથી ખેતરોના થતાં નુકસાનથી બચવા ખેડૂતોએ પાકમાં માઈકોઝેમ પાવડર અને પાઈડ દવાનો છંટકાવ કરવો જોઈએ. માઈકોઝેમ પાવડર છંટકાવથી નિયંત્રણ મેળવી શકે છે. જરૂર જણાય તો કૃષિ નિષ્ણાતોને રૂબરૂ મુલાકાત લેવડાવી સલાહ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો