તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રાંગધ્રામાં હળવદ રોડ પર બનેલા મહિલાઓના સ્વામી નારાયણ મંદિરના પાટોત્સવ અને કથા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કથાના મુખ્ય વક્તા ભકતિનંદન સ્વામી જણાવ્યું કે એકબીજાને મદદ કરવી તે આપણો ધર્મ છે. મદદ કરનારની મદદ ઈશ્વર કરે છે. ત્યારે આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા મહિલાઓના સ્વામી નારાયણ મંદિર પાટોત્સવ પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભક્તી સત્સંગ જીવન રાત્રી કથા યોજવામાં આવેલી. જેમા વ્યાસપીઠ પરથી કથાના વિવિધ પ્રસંગ દરમિયાન બોલતા વક્તા ભક્તિનંદનદાસજી સ્વામીએ જણાવ્યું કે ભગવાની ભકતિ સાથે બીજાને મદદ કરનારની મદદ ઈશ્વર કરે છે. ત્યારે આ પ્રસંગે કૌશલ્ય પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહી આર્શિવચન આપ્યા હતા. સંતો મહંતો, સ્વામી સહિત દેશ વિદેશમાંથી ભક્તો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ચાર દિવસના મહિલાઓના સ્વામી નારાયણ મંદિરના પાટોત્સવમાં વિવિધ કાર્યક્રમ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મંદિરના કંચનબાના માર્ગદર્શન નીચે હીરાબા, ભગવતીબા અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.