છેતરપિંડી:યુવાન પાસેથી OTP લઇ ખાતામાંથી ગઠિયાઓએ 25 હજાર ઉપાડી લીધા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બેંકની ફોન પર કોઇ વિગત માગે તો આપવી નહીં અધિકારી, ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાઇ

ધ્રાંગધ્રામાં રેહતા યુવાનના ખાતામાં 25000 જમા કરાવી મેસેજ આવતા બાદમાં યુવાનને બેન્કમાંથી બોલું છું તેમ કહી તમારા ખાતામાં બેંક માંથી ડિપોઝિટ જમા કરવામાં આવી છે. આથી 2 ઓટીપી આવે છે કે ઓટીપી નંબર આપવા વિનંતી.આથી યુવાને ઓટીપી આપતા યુવાનના ખાતામાંથી 25 હજાર રૂપિયા ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકો સાથે ઓનલાઇન ઠગવાના બનાવો જિલ્લામાં વધવા લાગ્યા છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતાં યુવાનના મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારા ખાતામાં 25000ની બેંક ડિપોઝિટ જમા થઇ છે. આથી યુવાન વિચાર્યું કે કેમ 25,000ની ડિપોઝિટ કરાવી નથી. આ આવી ગયા ક્યાંથી એટલા સમયમાં મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાંથી બોલું છું અને તમને બેંક દ્વારા 25 હજારની ડિપોઝિટ આપવામાં આવી છે.

આથી તમારામાં ઓટીપી આવશે તે આપવા વિનંતી છે. ત્યારે યુવાને ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ 25 હજાર રૂપિયા ઉપાડી લેતાં યુવાનને જાણ થઇ હતી. આથી બેન્કમાં જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે. આથી યુવાન દ્વારા આ અંગે ધ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ અંગે એસબીઆઇ અઘિકારી નરેશભાઈ ઠક્કરે દ્વારા જણાવ્યું કે મોબાઈલ ઉપર કોઈપણ જાતની માહિતી બેન્ક માગતી નથી અને કોઇએ ફોન આવે તો કોઈ માહિતી આપવી નહીં રૂબરૂ સંપર્ક કરવો બેન્કમા ઓટીપી કોઈ ને દેખાડવો કે આપવા નહી.

અન્ય સમાચારો પણ છે...