ધરપકડ:પીપળથી દારૂના ગુનાનો ફરાર બુટલેગર ઝડપાયો,આરોપીને ધ્રાંગધ્રા જેલ હવાલે કરાયો

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા પોલીસે નાસતા ફરતા બુટલેગરને પાટડી તાલુકાના પીપળી ગામેથી ઝડપી પાડી ધ્રાંગધ્રા જેલહવાલે કર્યો હતો.બાતમીના આધારે તાલુકાના સોલડી ગામે અગાઉ વિદેશી દારૂ ઝડપાયેલા આરોપી નાશી જતા ડીવાયએસપી સ્ક્વોર્ડે કારના નંબર પરથી તપાસનો દૌર શરૂ કર્યો હતો. જેમા પીપળીના બુટલેગર વસંત વાણીયાનુ નામ ખુલવા આવતા પોલીસે આ શખ્સને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા હતા.

ગુરૂવારની મોડી રાત્રે આ શખ્સ ઘરે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે ડીવાયએસપી સ્ક્વોર્ડના બાલજીભાઈ, મયુરભાઈ, કુલદીપસિંહ, મીઠુભાઈ અને સ્ટાફે દરોડો કરી વસંતને ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સોંપતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વસંતભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...