આર્મીના જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ફરજ બજાવે છે. ત્યારે પરિવાર સાથે રહેતી મહિલાઓને રોજગારી મળે અને આર્થિક રીતે પગભર બને તે માટેનો દેશનો પ્રથમ પ્રોજેક્ટ આજથી ધ્રાંગધ્રામાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આર્મીના ઓફિસરો દ્વારા હેન્ડલુમની વસ્તુઓ બનાવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે કામગીરી પૂર્ણ કરવામા આવી છે.
દેશમાં આર્મી દ્વારા મહિલા ઉત્કૃષ્ટ્રા માટે એક પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજથી દેશનો સૌ પ્રથમ પ્રોજેકટ ધ્રાંગધ્રામાંથી પ્રારંભ કરવામાં આવશે. આર્મીની મહીલા માટેનો પ્રથમ પાઈલોટ ધ્રાંગધ્રા ખાતે શરૂ થશે. ત્યારે ધ્રાંગધ્રા આર્મીના બ્રિગેડીયર આર.આર. મિશ્રા, ડેપ્યુટી કમાન્ડર એસ.કે. કુમારના માર્ગદર્શન નીચે છેલ્લા 6 માસથી તૈયારી કરવામાં આવી રહી હતી.
આ પાયલોટ પ્રોજેક્ટ દ્વારા મહિલાઓને હેન્ડલુમ વસ્તુઓ બનાવવમાં ટ્રેનીંગ આપવામા આવશે. અને બાદ મશીન પર હેન્ડલુમ વસ્તુઓ બનાવી આર્મી અને બહાર વેચાણ કરવામાં આવે છે. ત્યારે હાલ ધ્રાંગધ્રા ખાતે 30 મશીન મુકી આર્મીની મહિલાને ટ્રેનિંગ આપી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આમ રૂ. 30 લાખથી વધુ ખર્ચ સાથે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
દેશના પ્રથમ પ્રોજેક્ટ ધ્રાંગધ્રા શરૂ કરી તબક્કાવાર દેશભરમાં શરૂ થશે
ધ્રાંગધ્રા આર્મી કેન્ટોન્મેન્ટમાં દેશના પ્રથમ પ્રોજેકટ શરૂ કર્યા બાદ સમગ્ર દેશમાં શરૂ કરાશે. તેમાંથી ઉત્પાદન વેચાણ કરી આર્મીની મહિલાઓને રાજગારી આપી આર્થિક રીતે પગભર કરી જરૂરિયાત સમયે પરિવારજનો મદદ થઈ શકે. આર્મીની મહિલા આર્થિક રીતે પગભર બને અને રોજગારી મળે તે માટે એક પોઈલોટ પ્રોજેક્ટની ધ્રાંગધ્રા આર્મી કેન્ટોન્મેન્ટથી શરૂ કરાઈ રહ્યો છે. મહિલાઓને રાજગારી સાથે પોતે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાના ગુજરાન કરી શકે સ્વાલંબન બને અને ચિંતામુક્ત જીંદગી જીવી શકે તે માટે આર્મી દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાઈ રહ્યો છે. - રશ્મિબેન મિશ્રા, બ્રિગેડીયર આર.આર. મિશ્રાના પત્ની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.