તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રાંગધ્રાના મોટી માલવણની સીમમાં રવિવારે ઝરખે કૂતરાનું મારણ કર્યુ હતુ પરંતુ દિપડો હોવાની ખબર ફેલાતા ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જો કે, ફોરેસ્ટ વિભાગની ટીમે ઘટના સ્થળે જઇ પ્રાણીના પગના નિશાનની તપાસ કરતાં ઝરખ હોવાનું જણાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આથી આ ઝરખને પકડવા ફોરેસ્ટ અધિકારી અને સ્ટાફ દ્વારા વિસ્તારમાં તપાસ કરી લોકેશન જાણી પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારી કે.એ.મુલતાનીએ જણાવ્યુ કે, રણકાંઠા વિસ્તારમાં ઝખરનો વસવાટ છે. પરંતુ આ પ્રાણી લોકો પર હુમલો નથી કરતુ માટે કોઇએ ડરવાની જરૂર નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઝરખ અને દિપડા બંન્નેના પગના નિશાનમાં ફરક હોય છે. ઝરખના પગના નિશાનમાં લાંબા લીટા પડે છે. જ્યારે દિપડાના પગમાં અને આગળની ચાર આંગળીના નિશાન જોવા મળે છે. આમ બંન્નેના પગના પંજા અલગ હોવાથી પંજાના નિશાન પણ અલગ પડે છે. જેના આધારે ફોરેસ્ટ વિભાગે મોટીમાલવણ ગામે ઝરખ પ્રાણીના પગની છાપ હોવાની પૃપ્ટી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.