ધ્રાંગધ્રા ઓમેક્સ હોસ્પિટલ દ્વારા નિ:શુક સારવાર ફી દવા સાથેનો મેડીકલ કેમ્પ ગુરૂવારે યોજાયો હતો. જેમા વિદેશી ડોક્ટરની ટીમ અધતન સાધનોસાથે ઉપસ્થિત રહીને સેવા આપી હતી.અને આ કેમ્પનો 600 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
ધ્રાંગધ્રામાં લાંબા સમયથી ધ્રાંગધ્રાનું મોતીલાલ મુલચંદ ટ્રસ્ટ સંચાલિત દવાખાનું આરોગ્યલક્ષી સેવાઓ આપતું આવ્યું છે. ત્યારે આ કાર્યને બળ આપવા ધ્રાંગધ્રાનાં ઉદ્યોગપતિ હીરાભાઈ પટેલના સુપુત્ર અને યુવાન ભામાશા જયેશભાઇ પટેલ દ્વારા દાન આપી આ દવાખાનાને વધુ શક્તિશાળી બનાવવામાં આવ્યું છે. ત્યારથી ઓમેક્સ હોસ્પિટલ અનેક ગરીબોની આશાનુ કિરણ બન્યું છે.વર્ષમાં અનેકવાર આરોગ્યલક્ષી કેમ્પની ગોઠવણ સાથે રેગ્યુલર ચાલતી પ્રસુતિ રોગ, આંખના રોગ, ડાયાબિટીસ જેવી જરૂરી સેવાઓમાં દર્દીઓને સેવા પહોંચાડવામાં આ સંસ્થાનાં દ્વારા કાર્યરત કરાય છે.
ત્યારે હોસ્પિટલનાં કેમ્પસમાં જ એક નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન તા. 12-1-2023ને ગુરૂવારે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાનાં નિષ્ણાંત એનેસ્થિઓલોજીસ્ટ ર્ડો નીતિનભાઈ શાહ અને તેમની સાથે 10 એનઆરઆઈ ડોકટરની ટીમ દ્વારા ડાયાબિટીસ, સાંધાનાં દુખાવા, આંખનાં નંબર, હાઇપર ટેંશન, માનસિક તણાવ, સ્ત્રી રોગ સબન્ધીત જુદી જુદી સારવાર વિના મુલ્યે કરીને દવા, ઇન્જેક્શન પણ ફ્રી આપવામાં આવ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં અંદાજે 600 જેટલાં લોકોએ લાભ લઈને ઓમેક્સ હોસ્પિટલનાં ટ્રસ્ટ્રીઓ મુંબઈના અશોકભાઈ, ઈશ્વરભાઈ ઘેલાણી, મોહનભાઇ, વસંતભાઈ અને મનહરભાઈ પટેલ(મનુકાકા) દ્વારા આ કાર્યને સફળ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.