ખેડૂતોની માગ:ધ્રાંગધ્રા પંથકમાં નદી, તળાવ ખાલી થતાં પ્રાણીઓના ત્રાસને લીધે ખેડૂતો પરેશાન

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા ફોરેસ્ટ પગલાં લે : ખેડૂતો

ધ્રાંગધ્રા વિસ્તારમાં ઉનાળામાં કેનાલ બંધ થતા નદી નાળા તળાવ ખાલી હોવાથી પાણી અને ખોરાક માટે સમગ્ર વિસ્તારમાં ઘુડખર, રોઝ અને ભૂંડ ખેતરો અને વાડીમાં ઘૂસી જાય છે. પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે જંગલી પ્રાણીઓ ત્રાસ દૂર કરવા ખેડૂતોમાં માગ ઊઠી છે.

ધ્રાંગધ્રા વિસ્તારમાં નર્મદાનું પાણી અને બોરમાં પાણી હોવાથી ખેડૂતો 3 સિઝન લે છે. અને ધ્રાંગધ્રા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પિયત વિસ્તાર હોવાથી અલગ-અલગ પાકનું વાવેતર થાય છે. ઉનાળામાં નર્મદા કેનાલ બંધ થતા નદી, નાળા, તળાવ ખાલી હોવાથી પાણી અને ખોરાક માટે ધ્રાંગધ્રા વિસ્તારમાં ઘુડખર, રોઝ અને ભૂંડ ખેતરો અને વાડીમાં ઘૂસી જાય છે.

આથી પ્રાણીનો ત્રાસ વધતા પાકને ભારે નુકસાન થતું હોય ખેડૂતોને દિવસ રાત પાકને બચાવવા માટે ઉજાગરા કરવા પડે છે. ત્યારે પાકોને નુકસાન કરતા પ્રાણીઓની રંઝાડ દૂર કરવામાં ખેડૂતોમાં માગ ઉઠી છે. આ અંગે ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ અને ભરતભાઈ દલવાડીએ જણાવ્યું કે મોટા પ્રમાણમાં રોઝ, ઘુડખર અને ભૂંડના ટોળાઓ ખેતરોમાં આવી જાય છે. અને ઊભા પાકમાં ચરી અને પાકમાં નુકસાન કરતા હોય છે. ત્યારે આવા જંગલી પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પગલા લે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...