તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધ્રાંગધ્રા પંથકમાં વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો પરેશાન

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાપમા તલ, જુવાર સહિતના પાકને નુકસાન થવાનો ખેડૂતોને ભય

ધ્રાંગધ્રા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ વાવણી લાયકપડતા ખેડૂતો ખેતરમાં તલ અને જુવાર નું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વરસાદને એક્સ સપ્તાહ જેટલો સમય થવા છતાં વરસા ન આવતા વાવણી કરેલો પાક બળી જવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે.

આ વર્ષ ચોમાસાની શરૂઆતમાં ધ્રાંગધ્રા પંથકમાં વાવણી લાયક વરસાદ થયો હતો. આથી ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર તલ અને જુવારનુ વાવેતર કરવામાં આવ્યું હતુ. આ વાવેતર કર્યા બાદ હાલ વરસાદ ખેચાતા તલ અને જુવારનો પાક બળી જવાનો ભય સતાવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

આ અંગે ખેડૂત મહેશભાઈ પટેલ, પ્રમોદભાઈ દલવાડી એ જણાવ્યું કે એક અઠવાડિયા પહેલા સારો વરસાદ પડી જતા સૂકી ખેતીમાં તલ અને જુવારનુ વાવેતર કર્યુહતું.ક્યારે તલ અને જુવાર ઊંગીગયા બાદ વરસાદ નો પડતા પાકને પાણીનીતાતી જરૂરિયાત હોય પાણી નહીં મળવાથી પાક બળી જવાનો ભય સતાવી રહ્યો છે. એક બાજુ વરસાદ ખેંચાયો છે અને બીજી બાજુ તાપ વધી રહ્યો છે.આ ખેડૂતોને પાક વળી જવાનો ભય સતાવી રહ્યો છે આમ ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.

અન્ય સમાચારો પણ છે...