તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંહેધરી:બાવળીમાં ખેડૂતોને સમજાવીને યોગ્ય વળતરની બાહેંધરી આપી

ધ્રાંગધ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર પ્રોજેકટના વીજપોલ ઊભા કરાતા ખેડૂતોનો વિરોધ

ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામની સીમમાં લાકડીયા, વડોદરા પાવર પ્રોજેક્ટના વીજપોલ ખેડૂતો વળતર ચુકવ્યા વગર ખેતરોમાં નાંખવામાં આવતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આથી એસઆરપી બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાવાની સાથે આંદોલન કરવાની ચીમકી આપી હતી. ત્યારે ખેડૂતોને સમજાવવા માટે મામલતદાર અને ડીવાયએસપી દોડી જઈને સમજાવી મામલો થાળે પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા વિસ્તારમાંથી લાકડીયા વડોદરા પાવર પ્રોજેક્ટની વીજલાઈનના થાંભલાનુ કામ દિલ્હી સ્ટાર લાઈન પ્રોજેક્ટની કંપની શરૂ કરવામાં આવતા ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઉભા કરવામાં આવતા ખેડૂતોને વળતર નહી ચૂકવવામાં આવતા ખેડુતોએ વિરોધ કર્યો હતો. ત્યારે કંપની દ્વારા એસઆરપી બંદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવતા ખેડૂતોમા ભારે રોષ ફાટી નીકળ્યો હતો. કંપનીની દાદાગીરી સામે ખેડૂતો દ્વારા જનઆંદોલન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા મામલતદાર ભગીરથસિંહ ઝાલા, ડીવાયએસપી આર.બી.દેવધા દોડી જઈને બાવળી ઉપસરપંચ રવીન્દ્રસિહ ઝાલા, સતીષભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ અને ખેડૂતો સાથે વિચારવિમસ કરી કંપની દ્વારા યોગ્ય વળતર ચૂકવાની બાંહેધરી આપે મામલો થાળે પાડવાની કોશિશ કરતા તંત્રે રાહત લીધી. મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે કંપની અને ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અને સરકારની ગાઈડલાઈન મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...