તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:ધ્રાંગધ્રા ધોળીધાર ખાતે મહર્ષિ વાલ્મિકી ભગવાનના મંદિરનું ખાત મુહૂર્ત કરાયું

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમાજના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણ પત્ર આપાયા

ધ્રાંગધ્રા ધોળીધાર વિસ્તારમાં વાલ્મિકી સમાજ સેવા ટ્રસ્ટે મહર્ષિ વાલ્મિકી ભગવાનનું મંદિર બનાવાઇ રહ્યુ છે. જેના ખાતમુહુર્ત પ્રસંગે સમાજના વિવિધક્ષેત્રે અભ્યાસમાં નંબર મેળવેલ બાળકોને સન્માનીત કરાયા હતા.

ધ્રાંગધ્રાના ધોળીધાર વિસ્તારમાં વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મહર્ષિ વાલ્મિકી ભગવાનનું મંદિર બનાવાઇ રહ્યુ છે. જેનું ખાતમુહુર્ત 50 મુદા અમલીકરણ સમિતિ ચેરમેન આઇ.કે.જાડેજા, સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરાની, ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયાની ઉપસ્થિતિમાં કરાયુ હતુ. જ્યારે તાજેતરમાં મૃત્યુ પામેલ રાજ્યસભા સાંસદ અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અપાઇ હતી. ત્યારબાદ વાલ્મિકી સમાજ ટ્રસ્ટ અને શીતલ એકેડમી દ્વારા તેજસ્વી તારલાઓને મેડલ પ્રમાણ પત્ર આપી સન્માનાયા હતા.

આ પ્રસંગે લાલજી સીતારામબાપુ, ધ્રાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, ઉપપ્રમુખ ગાયત્રીબા રાણા, પુર્વ પ્રમુખ સુરેશભાઇ વાઘેલા, સુધરાઇ સભ્યો રેખાબેન ગેલાણી, સામાજીક કાર્યકર ચંદ્રેશભાઇ વાણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને સફળ બનાવાવા વાલ્મિકી સમાજ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહમંત્રી, ખજાનચી અને હોદ્દેદારોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો