તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની વ્યથા:ધ્રાંગધ્રા પંથકમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ દૂર કરો, પાકને નુકસાન થતા ખેડૂતોની વ્યથા

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીલગાય, ભૂંડ અને રેઢીયાળ ઢોરનો ત્રાસ

ધ્રાંગધ્રા પિયત વિસ્તાર છે ત્યાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું 45 હજાર હેકટર કરતાં પણ વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખેતરોમાં નીલગાય, ભૂંડ, ઘુડખર અને રેઢીયાળ ઢોરના ત્રાસને લઈને ખેડૂતો પરેશાન છે. અને પાકને ભારે નુકસાન થતું હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.

ધ્રાંગધ્રા પથકમાં બોરથી અને નર્મદાનું પાણી મળતું હોવાથી ખેડૂતો ત્રણ સીઝન પાક લે છે. ત્યાં શિયાળામાં ખેડૂતો દ્વારા જીરૂ, ઘંઉ, એરંડા, વરીયાળી અને શાકભાજી સહિતના પાકનું વાવેતર કરે છે. ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ નીલગાય, ભૂંડ, ઘુડખર અને રેઢીયાળ ઢોરનો ત્રાસને લઈને ખેડૂતો પરેશાન થઇ ગયા છે. આ અંગે ખેડૂત જયદીપસિંહ ઝાલા અને આનંદભાઈ કોળીએ જણાવ્યુ કે, શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે. ખેતરોમાં જંગલી નીલગાયના ટોળા આવી જાય અને ઉભા પાકને ભારે નુકસાન કરતા હોય ખેડૂતો ત્રસ્ત બન્યા છેો. ખેડૂતોને પાક બચાવવા માટે રાતના ઉજાગરા કરવા પડે છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીઓનો ત્રાસ દૂર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો