તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:ધ્રાંગધ્રાના કોઢ અને રાજચરાડીમાંથી રૂ.41.27 લાખની વીજચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજિલન્સની 15 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું
  • કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયે જણાવ્યું કે વીજચોરી કરતાં તત્ત્વો સામે કોઈની શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરાશે

ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધ્રાંગધ્રા વિજીલન્સની 15 ટીમોએ કોઢ અને રાજચરાડીમાં વીજચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં અલગ અલગ 89 જેટલા કનેશનોની તપાસ કરીને રૂ.41.27 લાખની વીજચોરી ઝડપી પાડીને બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા પંથકમાં વીજચોરી અંગેની ફરીયાદને લઈને પીજીવીસીએલની વર્તુળ કચેરીના અધિક ઈજનેર એન.સી.ધેલાણીના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા નવા આવેલા કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયની સુચનાઓને લઈને ગ્રામ્ય વિસ્તારમાં વિજીલન્સની 15 ટીમોએ નાયબ ઈજનેર સ્ટાફ સાથેની પોલીસ, એક્સ આર્મીમેન દ્વારા કોંઢ અને રાજચરાડી વિસ્તારમાં વહેલી સવારથી વીજચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરવપરાશ, કોમર્સીયલ, ખેતી અને ઈન્ડટ્રીયલના કુલ 89 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે કોંઢ ગામે મધુબેન સી.રાઠોડને ત્યાં વીજચોરી જણાતા રૂ. 14.26 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવ્યુ હતુ.

જયારે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામે ટપુભાઇ શંકરભાઈ દેત્રોજાને ત્યા વીજચોરી જણાતા રૂ. 7 લાખનુ વિજબીલ ફટકારવામાં આવ્યુ અને રાજચરાડી ગામે ઘનશ્યામભાઈ કરમશીભાઈ પટેલને ત્યાં વીજચોરી જણાતા રૂ. 20 લાખનુ બીલ ફટકારવામાં આવ્યુ હતુ. ત્યારે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં કુલ રૂ. 41.27 લાખની વીજચોરી મળી આવી હતી. કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયે જણાવ્યું કે વીજચોરી કરતા તત્વો સામે કોઈની શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ચેકીંગ કામગીરી ચાલુ રહશે.

અન્ય સમાચારો પણ છે...