વીજચેકિંગની કામગીરી:પીજીવીસીએલની વિભાગીય કચેરીની 35 ટીમોએ વિજ ચેકિંગ હાથ ધર્યુ, ધ્રાંગધ્રા-પાટડી પંથકમાં રૂ.30.50 લાખની વીજચોરી ઝડપાઈ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 420 જેટલા કનેક્શન તપાસમાં 78 કનેક્શનોમાં વીજચોરી ઝડપાઇ, તંત્ર દ્વારા કોઈપણ શેહશરમ રાખ્યા વિના વીજચેકિંગની કામગીરી ચાલુ રહેશે

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્યવિસ્તાર અને પાટડી-દસાડા વિસ્તારમાં વેહલી સવારથી ધ્રાંગધ્રા વિભાગીય કચેરીની વિજીલન્સની 35 ટીમોએ વીજચેકિંગ કામગછરછ હાથધરી હતી.જેમાં અલગ અલગ 420 જેટલા કનેશનોની તપાસ કરી 78 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડીને રૂ.30.50 લાખનું બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં વીજચોરી અંગેની ફરિયાદને લઈને ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયની સુચનાઓને લઈને 35 ટીમો પોલીસ, એક્સઆર્મીમેન અને વીજકંપનીના અધિકારીઓ સાથે શેહર અને પાટડી દસાડા મળીને કુલ 420 કનેક્શન ચેકકર્યા હતા.જેમાં78 કનેકશનોમાં વિજ ચોરી ઝડપી પાડી હતી.

આમ ધ્રાંગધ્રા અને પાટડી પથકમાં અલગ અલગ સીટી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડી કુલ રૂ.30.50લાખના બીલ ફટકારાયા હતા. તંત્ર દ્વારાકડક કાર્યવાહી કરતા વીજચોરી કરતા તત્વો સામે કડકકાર્યવાહી કરાતા ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે ધ્રાંગધ્રા વિભાગીય કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયએ જણાવ્યું કે તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરાશે. અને પીજીવીસીએલની ટીમો દ્વારા કોઈ પણ શેહસરમ રાખ્યા વગર ચેકિંગ કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...