વીજચોરી:455માંથી 77 વીજ કનેક્શનમાં 30 લાખની વીજચોરી પકડાઇ

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા, પાટડી પંથકમાં વીજચેકિંગ

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અને પાટડી દસાડા વિસ્તારમાં રવિવારે વહેલી સવારથી ધ્રાંગધ્રા વિભાગીય કચેરીની વિજિલન્સની 25 ટીમોએ વીજચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં અલગ અલગ 455 જેટલા કનેક્શનની તપાસ કરી 77 કનેક્શનમાં વીજચોરી ઝડપી પાડી હતી. અને રૂ. 30 લાખનું બિલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા અને પાટડી દસાડા પંથકમાં વીજચોરી અંગેની ફરિયાદને લઈને ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયની સૂચનાથી 25 ટીમો, પોલીસ, એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધિકારી સાથે ધ્રાંગધ્રા અને પાટડી પંથકમા અલગ અલગ સીટી અને ઞ્રામ્ય વિસ્તારમાં રવિવારે વહેલી સવારે વીજચેકિંગ કામગીરી કરવામાં અાવી હતી.

જેમાં 455 જોડાણ ચેક કરાતા 77 જોડાણોમાં વીજચોરી ઝડપી પાડી કુલ રૂ. 30 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા. આમ વીજચોરી કરતા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવતા ફફડાટ ફેલાયો હતો. આ અંગે પીજીવીસીએલ કાર્યપાલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયએ જણાવ્યું કે વીજચોરી કરતા તત્વો સામે આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને ચેકિંગ કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...