વીજચોરી:ધ્રાંગધ્રા, પાટડી પંથકમાં વીજ ચેકિંગમાં રૂ. 1.50 કરોડની ચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા પંથકમાં રૂ. 90 લાખની અને પાટડી પંથકમાં રૂ.60 લાખની વીજચોરી

ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેમજ પાટડી વિસ્તારમાં રવિવાર વહેલી સવારથી ધ્રાંગધ્રા વિજીલન્સની 45 ટીમોએ વીજચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં અલગ અલગ 522 જેટલા કનેકશનોની તપાસ કરી ધ્રાંગધ્રા પંથકમાં રૂ. 90 લાખની વીજચોરી અને પાટડી પંથકમાં રૂ. 60 લાખની વીજચોરી પકડી પાડી હતી. આમ કુલ રૂ. 1.50 કરોડના બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં વીજચોરી અંગેની ફરીયાદને લઈને ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના સુચનાઓને લઈને 45 ટીમો, પોલીસ એક્સ આર્મીમેન અને વીજકપનીના અધિકારીઓ સાથે રવિવારે શહેરમાં રાજસીતાપુર વિસ્તારમાં ચેકીંગ કરી વીજજોડાણમાં રૂ. 90 લાખની વીજચોરી પકડી પાડી હતી. જયારે પાટડી પંથકમાં રવિવાર વહેલી સવારથી અલગ વિસ્તારમાં અને ગામોમાં વીજચેકિંગ હાથ ધરાતા રૂ. 60 લાખની વીજચોરી ઝડપી પાડી હતી.

આમ ધ્રાંગધ્રા અને પાટડી પંથકમા અલગ અલગસીટી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી ઝડપી કુલ રૂ. 1.50 કરોડના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમ તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામા આવતા ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજચેકિંગ કામગીરી અને કોઈની શેહસરમ રાખ્યા વગર કરાતા અનેક લોકો વીજચોરી કરતા ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...