ચૂંટણી:ધ્રાંગધ્રા APMCના પદાધિકારીઓની ટર્મ પૂરી થતાં 22 એપ્રિલે ચૂંટણી

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા એપીએમસી શરૂ થયા બાદ ખેડૂતો ફાયદો થયો છે. આ એપીએમસીની ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત પૂર્ણ થતા 22 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું છે. ત્યારે આ નવા હોદેદારોમા કોના પર મોહર મારવામાં આવશે તે માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

ધ્રાંગધ્રામાં આઈ.કે. જાડેજાના માર્ગદર્શન નીચે એપીએમસીમાં લાંબા સમયથી ભાજપનો કબ્જો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની એપીએમસીની બનાવવાની માગ પૂર્ણ કર્યા બાદ એપીએમસી ધમધમવા લાગ્યું છે. આથી વેપારીઓ અને ખેડૂતોને પણ તેનો લાભ મળ રહ્મો છે. ત્યારેઆ એપીએમસીના ચેરમેન મહેશભાઈ પટેલ અને વાઈસ ચેરમેન કનકસિહ ઝાલાની ટર્મ પૂર્ણ થતા 22 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાનુ જાહેર નામુ બહાર પાડવામાં આવ્યું છે.

હાલ નવા ચેરમેન ચૂંટણીમાં વિરોધ પક્ષ નહી હોવાથી ભાજપમાં પદાધિકારીઓ ચૂંટાવાના છે. આમ ચેરમેન વાઈસ ચેરમેન રિપિટ કરવામાં આવશે કે નહીં તે 22 એપ્રિલના રોજ જણાશે ત્યારે એપીએમસીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ અંગે એપીએમસી ના સેક્રેટરી કરણસિંહ વાધેલાએ જણાવ્યું કે નવા પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતા 22 એપ્રિલના રોજ ચૂંટણીનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...