રજૂઆત:ધ્રાંગધ્રાની માઈનોર કેનાલને ઊંડી કરવા DyCMનો આદેશ

ધ્રાંગધ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમલીકરણ સમિતિ ચેરમેને રજૂઆત કરી હતી
  • માઈનોર કેનાલ કામ ઘણા સમયથી બંધ પડ્યું હતું

ધ્રાંગધ્રા વિસ્તારમાં નર્મદાની માઈનોર કેનાલનું લાંબા સમય બંધ પડેલુ કામ પૂર્ણ કરી હરીપર પાસે ઊંડી ઉતારવા 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રીએ નર્મદા વિભાગને આદેશ કરી કેનાલ ઉંડી કરવા આદેશ કર્યો હતો. ધ્રાંગધ્રા વિસ્તારમાં લાબા સમય માઈનોર કેનાલનુ અધૂરું કામ બંધ હતુ. જેના કારણે ઉનાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ખાલી રહ્યા છે.આથી ખેડૂતોને મોલને પાણી મળે અને ઢોરઢાંખર પાણી મળે તેમાટે પચ્ચાસ મુદા અમીકરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાને ધ્રાંગધ્રા તાલૂકા પંચાયતના ઉપપ્રમૂખ ગોપાલભાઈ સરવાડીયા અને વિસ્તારના ખેડુતો અને લોકોએ રજૂઆત કરી હતી.

આ વિસ્તારના લોકોની રજૂઆતને લઈને આઈ.કે.જાડેજાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને ધ્રાંગધ્રા વિસ્તારના માઈનોર કેનાલના અધૂરા પડેલા કામ પૂર્ણ કરી હરીપર પાસેની માઈનોર કેનાલ ને ઉડી ઉતારી પાણી છોડવામા આવે તેવી રજૂઆત કરી હતી.આ રજૂઆતને ધ્યાને લઈને નાયબ મુખ્યમંત્રીએ તાત્કાલિક નર્મદાના અધિકારીઓને આદેશ કરી માઈનોર કેનાલનુ કામ પૂર્ણ કરવા તથા યોગ્ય કરવાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...