તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુસેવા:ધાંગ્રધાના મિસ્ત્રી યુવાને સેવાભાવીઓના સહકારથી 25 હજાર પક્ષીઘર અને 200 શ્વાનઘરનું વિતરણ કર્યું

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પક્ષીઓને અને પશુઓને શિયાળા દરમિયાન ઠંડીથી રક્ષણ મળે માટે આ મજબુત ઘર બનાવાયા - Divya Bhaskar
પક્ષીઓને અને પશુઓને શિયાળા દરમિયાન ઠંડીથી રક્ષણ મળે માટે આ મજબુત ઘર બનાવાયા
 • લોકોને ખબર પડતાં યુવાનની દુકાનમાં પક્ષીઘર બનાવવા ખાલી ડબ્બા મૂકી જાય છે
 • જીવનના અંતિમ શ્વાસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીને પોતાની ફરજ અદા કરીશ : શંભુભાઇ

ધ્રાંગધ્રામાં રહેતા અને મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાન પશુ પક્ષીઓ માટે અનેરી પ્રિતી ધરાવે છે. તે દરરોજ 10 કલાકના તેના કામકાજ દરમિયાન 2 કલાક પશુ અને પક્ષીઓ માટે પક્ષીઘર અને શ્વાનઘર બનાવવાની સેવા આપે છે. આ યુવાને 25 હજાર પક્ષીઘર અને 200 શ્વાનઘર બનાવી નિશુલ્ક વિતરણ કર્યા છે.

ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીએવા શંભુભાઇ મદનલાલ મિસ્ત્રી ખાલી તેલના ડબ્બામાંથી અને લાકડામાંથી પક્ષીઘર તથા શ્વાનોના બચ્ચા ઠંડીથી રક્ષણ મેળવી શકે માટે શ્વાન ઘર બનાવવાની સેવા આપે છે. અત્યાર સુધીમાં 25 હજાર લાકડાના ચકલીઘર અને શ્વાનના બચ્ચાઓને રહેવા માટે 200થી વધુ ઘર બનાવી વિતરણ કરી ચુક્યા છે. આ અંગે શંભુભાઇ મિસ્ત્રીએ જણાવ્યુ કે પક્ષીઓને અને પશુઓને શિયાળા દરમિયાન ઠંડીથી રક્ષણ મળે માટે આ મજબુત ઘર બનાવાયા છે. જ્યારે ઉનાળામાં પક્ષીઓને પીવાના પાણીની જરૂરીયાત રહેતી હોવાથી ખાલી ડબ્બાઓમાંથી પાણી અને ચણ રહે તેવા ઘર બનાવી આપુ છે.

જેનું વિનામુલ્યે વિતરણ કરાતુ હોવાની જાણ થતા લોકો ખાલી ડબ્બા દુકાને મુકી જઇ સહકાર આપવા લાગ્યા છે. હાલ શિયાળાના સમયમાં શ્વાનો માટે પ્રસુતિનો સમય હોવાથી તેમના બચ્ચા માટે ઘર પણ બનાવે છે. ખાસ કરીને હળવદ રોટરી કલબને બારેમાસ ચકલી ઘર અને મોબાઈલ ચબુતરા વિનામૂલ્યે આપુ છુ. જીવનના અંતિમ શ્વાસ સુધી આ પ્રવૃત્તિ ચાલુ રાખીને ચકલીઓ માટે રહેઠાણ બનાવશે અને પક્ષીઓ કુતરા બચ્ચાંને પ્રત્યે પોતાની ફરજ અદા કરીશ બસ જરૂર છે વિશ્વકર્મા સમાજના સહકારથી અને અન્ય સમાજના સહકાર મળતો રહે.

પુઠાનો માળો વજનથી તુટતા પ્રેરણા મળી
નાનપણમાં રોજ દાદીમાંના કહેવાથી સવારે પક્ષીઓને ચણ નાખવા જતા અને ત્યારથી જ પક્ષીઓ પ્રત્યે જિજ્ઞાસાની શરૂઆત થઈ હતી. એક દિવસ ચકલીને પોતાના ઘરની નીચે માળો બાંધતા જોઇ હતી. જુવેર પુઠાના ઘરમાં વધારે વજન થઈ જવાથી માળો તૂટી ગયો હતો. આથી તેની બધી મહેનત વ્યર્થ ગયેલ હતી આ જોઈને લાકડાના મજબૂત ચકલી ઘર બનાવાનું ચાલુ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો