તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઈબર ક્રાઈમ:ધ્રાંગધ્રાના DySPનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવાયું: સાઈબર સેલમાં ફરિયાદ નોંધાઈ

ધ્રાંગધ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ડીવાયએસપી  ફેસબુક એકાઉન્ટ બનતા સોશિયલ મીડિયામાં જાણ કરાઇ હતી. - Divya Bhaskar
ધ્રાંગધ્રા ડીવાયએસપી  ફેસબુક એકાઉન્ટ બનતા સોશિયલ મીડિયામાં જાણ કરાઇ હતી.
  • નાણાકીય વહેવાર માટે મેસેજ આવે તો ન કરવા જાણકારી આપી

ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર બી. દેવધાનુ ફોટા સાથેનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવતા ચકચાર ફેલાઇ હતી. આ અંગે ડીવાયએસપી દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ કરી આ એકાઉન્ટમાંથી મેસેજ આવેતો નાણાકીય કે અન્ય વ્યવહાર નહીં કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી.સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક કરી હેકરો દ્વારા મેસેજ કરીને ઠગાઈ કરવાના બનાવો વધી રહ્યા છે. અનેક પોલીસ ફરિયાદ પણ નોધાય છે. ત્યારે પોલીસ દ્વારા તપાસ કરવા માટે સાઈબર ક્રાઈમ સેલની રચના કરવામાં આવી છે.

ત્યારે ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર બી. દેવધાનું ફોટા સહિતનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવામાં આવતા આ અંગે ડીવાયએસપી રાજેન્દ્ર બી.દેવધાને થતા તેમણે સોશિયલ મીડિયામાં મેસેજ કરી આ ફેક ફેસબુક એકાઉન્ટમાંથી કોઈ મેસેજ કે અન્ય માહિતી માટે ફોન આવે તો નાણાકીય કે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું જણાવમાં આવ્યું હતું.

આ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે કાયદાકીય કાર્યવાહી વાહી શરૂ કરવામાં આવી હતી. આમ ડીવાયએસપીનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલમાં સરકારી અધિકારીઓ સહિત નેતાઓના નકલી એકાઉન્ટ બનાવી તેનો દુરુપયોગ કરાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...