જાગૃતતા લાવલા પ્રયાસ:ધ્રાંગધ્રાના ડોક્ટર 30 વર્ષથી સાઈકલ ચલાવી નિરોગી રહેવાનો સંદેશ આપે છે

ધ્રાંગધ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના ડોક્ટર 30 વર્ષથી સાઈકલ ચલાવી લોકોને સંદેશો આપે છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રાના ડોક્ટર 30 વર્ષથી સાઈકલ ચલાવી લોકોને સંદેશો આપે છે.
  • સાઈકલ ચલાવવાથી શરીરને કસરત, વાતાવરણ પ્રદૂષણમુક્ત રહે છે
  • લોકોને સાઈકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા ગ્રુપ બનાવ્યું છે

ધ્રાંગધ્રાના સુખી સંપન્ન ડોક્ટર છેલ્લા 30 વર્ષથી સાઈકલ ચલાવીને લોકોને નિરોગી રહેવા સંદેશો આપે છે. તેઓએ સાઈકલ ગ્રુપ બનાવી લોકોને સાઈકલ ચલાવી કસરત થકી નિરોગી રહેવાનું પ્રોત્સાહન પૂરું પાડે છે. દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવુ તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાઈકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને ધાંગધ્રાના ડોક્ટર એસ.ડી. લક્કડ 30 વર્ષથી સાઇકલ ચલાવીને લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ફિઝિયોથેરાપી સેન્ટર લીલાવતી શાંતિલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહેલા છે. તેઓ ધાંગધ્રા શહેરમાં સાઇકલ પર પરિભ્રમણ કરી દરેક વ્યક્તિને સાઇકલ ચલાવવી જોઈએ તેમજ સાઇકલના ફાયદા અને દેશ અને દુનિયાને પ્રદૂષણ મુક્ત રાખી અને દેશની સાથે સમગ્ર વિશ્વની સેવા કરવાની સેવા તેઓ આજે પણ કરી રહ્યા છે. તેમના આ અભિયાનને હવે ધીમે-ધીમે સમર્થન પણ મળતું જાય છે.

આ અંગે ડોક્ટર કહે છે દિનપ્રતિદિન માણસની જરૂરિયાતો વધતા તે આધુનિક બનવા લાગ્યો અને પરિણામ એ આવ્યું કે તેનાથી પૃથ્વીનો વિનાશ થવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રદૂષણ જે હદે પૃથ્વીને નુકસાન કરી રહ્યું છે એટલી હદે કોઈપણ વ્યક્તિ ના કરી શકે. માટે પ્રદૂષણમુક્ત વિશ્વની કલ્પના સાઈકલ સિવાય અન્ય કોઈ માર્ગે સફળ બને તેઓ હાલના સમયમાં દેખાતું નથી. માટે સમગ્ર વિશ્વ સાઈકલને તેની દિનચર્યાનું એક માધ્યમ બનાવે તો પ્રદૂષણમાંથી આજીવન મુક્તિ મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...