સફાઈ કામગીરી:ધ્રાંગધ્રાના કંકાવટી પ્રા. શાળાના આચાર્ય શાળાની જાતે સફાઇ કરે છે

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંકાવટીના આચાર્ય શાળાની જાતે સફાઇ કામગીરી કરી લોકોને પ્રેરણા આપે છે. - Divya Bhaskar
કંકાવટીના આચાર્ય શાળાની જાતે સફાઇ કામગીરી કરી લોકોને પ્રેરણા આપે છે.
  • છેલ્લા 8 વર્ષથી વિદ્યાર્થીઓને સ્વચ્છતાની પ્રેરણા મળે માટે કામગીરી કરે છે

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામના આચાર્ય છેલ્લા 8 વર્ષથી શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છતાની પ્રેરણા મળે તે માટે જાતે શાળાની સફાઇ કરે છે. શિક્ષકો, કર્મચારી અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે કંકાવટી શાળામાં સ્વચ્છ અને સુંદર બની છે.

ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે બળદેવભાઈ ખટાણા છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવે છે. પોતાની ફરજ દરમિયાન ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આચાર્ય પોતે જ જાતે સ્વચ્છતાનું બીડું ઝડપી લીધેલું. શાળામાં સફાઈ કર્મચારી હોવા છતાં પણ આચાર્ય પોતે જ જાતે શાળાના શૌચાલય સહિતની સફાઇ પોતે હાથ ધરે છે.

શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી સાંજના સમયે દરરોજ શાળા છૂટી વિદ્યાર્થીઓ ઘરે જાય છે. ત્યારબાદ આચાર્ય પોતે તમામ શૌચાલય સહિતની સફાઈ હાથ ધરે છે. આચાર્યની કામગીરીને સમગ્ર ગ્રામજનોના વિદ્યાર્થીના વાલીઓ દ્વારા વધાવી છે. આચાર્યના પ્રેરણાદાયક સ્વચ્છતા અભિયાનને શિક્ષકો સાથી કર્મચારી અને શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા આપતો કિસ્સો છે.

આ અંગે આચાર્ય બળદેવભાઈ ખટાણાએ જણાવ્યું કે શાળામાં આચાર્ય તરીકે હું શાળાના ટોયલેટ સહિતની સફાઇ કરી શાળાને સ્વચ્છ સુંદર બનાવી અને પર્યાવરણ જાળવણી માટે વૃક્ષ વાવી વિદ્યાર્થીઓને પોતાની કામગીરી જાતે કરવું જોઈએ. જેથી પર્યાવરણ અને આરોગ્ય જાળવી કરી શકીએ.

અન્ય સમાચારો પણ છે...