તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારીશકિતનો પરચો:ધ્રાંગધ્રાની મહિલા કર્મીઓએ 1 લાખથી વધુ ટેસ્ટ, 50 હજારથી વધુનું રસીકરણ કર્યું

ધ્રાંગધ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ નીભાવતા મહિલા કર્મીઓએ કોરોના રાતદિવસ કામગીરી કરી મહિલા શકિતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. - Divya Bhaskar
ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ નીભાવતા મહિલા કર્મીઓએ કોરોના રાતદિવસ કામગીરી કરી મહિલા શકિતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
  • દર્દીઓની સારવાર દરમિયાન સ્ટાફના તમામ સંક્રમિત થયા, સારવાર લઇ ફરી કામ પર લાગ્યા

ધ્રાંગધ્રાના અર્બન હેલ્થ સેન્ટરમા કામ કરતા મહિલા કર્મચારીઓએ દ્વારા પોતાનો અને પરિવારની પરવા કર્યા વગર કોરોનાની માહામારી પોતાના જીવના જોખમે 1 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરી હતી. બાદમાં 50 હજારથી વધુ લોકોનેને કોરોની રસી આપી મહિલા કર્મચારીઓએ નારીશકિતનો પરચો દેખાડ્યો છે.

દેશમાં મહીલા શકિત દરેક ક્ષેત્રમાં પુરુષો સમોવડી બની રહી છે. જ્યારે કોરોનાની માહામારીમાંથી દેશ પસાર થઇ રહ્યો હતો. ત્યારે કોરોનાના બીજા વેવમા ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરમાં ડો.વર્ષાબેન પટેલ, સ્વાતીબેન, નીલમબેન, મીતાબેન, અજીમાબેન અને લક્ષ્મીબેન સહિતના મહિલા સ્ટાફની ટીમે રાત દિવસ પોતાનો અને પરિવારની પરવા વગર કોરોના 1 લાખથી વધુ ટેસ્ટ કરવાની કામગીરીની ભાવનું કામ અને કોરોનાના દર્દીઓની સારવારની કામગી રી કરી હતી. અને સારવાર કરતા સ્ટાફના તમામ કોરોના સંક્રમણનો ભોગ બનતા સારવાર લઈ સાજા થઈ ફરી કોરોનાની કામગીરી નિભાવી નારી શકિત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

હાલ કોરોના સક્રમણ ઓછું થયા બાદ 50 હજારથી વધુ લોકોને વેકસિનેશનની કામગીરીમાં લાગી ગયા હતા. આ મહિલા કર્મચારીઓની કામગીરીને લઈને સસ્થાઓ અને સરકાર દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ અંગે ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટર ડો.વર્ષાબેન પટેલે જણાવ્યું કે કોરોના કામગીરીમાં દરેક સાથી કર્મચારીઓ દ્વારા પોતાની ફરજ સાથે રાતદિવસ કામગીરી કરી દેશભાવના સાથે નારીશક્તિ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશ પર આવી પડેલ શકટનો સામનો, કરવાની સૌની ફરજ છે

અન્ય સમાચારો પણ છે...