તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ:ધ્રાંગધ્રા વોર્ડ નં. 6ના હાઉસિંગ વિસ્તારમા ગટરની સફાઇ કરાઇ

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંબા સમયની સમસ્યાથી લોકોને છૂટકારો

ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 6માં આવેલા હાઉસિંગ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણીના નિકાલનો પ્રશ્ન સતાવી રહ્યો હતો. આથી વિસ્તારના સુધરાઈ સભ્યો અને સેનિટેશન ચેરમેન અને સ્ટાફ દ્વારા તાત્કાલિક સફાઇ કરી વ્યવસ્થા કરતા લાંબા સમય બાદ લોકોની સમસ્યા દૂર થઇ હતી.

ધ્રાંગધ્રા પાલિકાના વોર્ડ નંબર 6ના હાઉસિંગ અને આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણીના નિકાલની સમસ્યા હતી. લોકો દ્વારા પાણીના નિકાલ માટે અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ થતો ન હતો. આ અંગે વિસ્તારના લોકોએ નગરપાલિકાના સુધરાઈ સભ્ય ગાયત્રીબા રાણા, રફીકભાઈ ચૌહાણ, દક્ષાબેન મકવાણા અને હિરેનભાઇ કાનાબારને રજૂઆત કરી હતી. આથી નગરપાલિકાના સેનિટેશન ના ચેરમેન મુન્નાભાઈ રબારી હારૂનભાઈ અને સેની સ્ટેશનના સ્ટાફને સાથે રાખી હાઉસિંગ વિસ્તારમાં ચાર દિવસ સુધી ગટરની સફાઈ કરાઇ હતી. આમ ગટરના પાણીનો લાંબા સમયનો પડતર પ્રશ્ન હલ થતા વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યા દૂર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...