કામગીરી:ધ્રાંગધ્રા વોર્ડ નં. 4માં ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરાઈ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
  • ગટરમાં પશુઓ પડી જવાના બનાવો બનતા હતા

શહેરમાં ખુલ્લી ગટરમાં પશુઓ પડી જવાના બનાવ વારંવાર બનતા હોવાથી નગરપાલિકા દ્વારા ગટર ઢાંકવાની કામગીરી શરૂ કરાઈ છે. વોર્ડ નંબર 4માં ખુલ્લી ગટરોમાં ગાય સહિતનાં પશુઓ પડી જવાના બનાવ બનતાં વિસ્તારના લોકો, સુધરાઈ સભ્યો મુન્નાભાઈ રબારી, જેનાબેન હુસેનભાઈ જેસડીયા, ટપુભાઇ દલવાડી, અરૂણાબેન ઈશ્વરભાઈ ગોરવાડીયાએ પૂર્વ મંત્રીને રજૂઆત કરી હતી. આથી આઈ. કે. જાડેજાએ પાલિકાને યોગ્ય કરવા સૂચના આપી હતી. પરિણામે ખુલ્લી ગટર ઢાંકવાની કામગીરી હાથ ધરાતાં લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...