આયોજન:ધ્રાંગધ્રા શિક્ષક સંધે રક્તદાન કેમ્પમાં 85 બોટલ એકત્ર કર્યું

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકો, આગેવાનોએ સહયોગ આપ્યો

ધ્રાંગધ્રા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં શિક્ષકો અને આગેવાનોએ દ્વારા રક્તદાન કરી 85 બોટલ રક્તદાન અકત્ર કરવામાં આવ્યું હતુ

ધાંગધ્રા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દેવપાલ સિંહ ઝાલા, તાલુકા ભાજપના મહામંત્રી કોંઢ ગામના સરપંચ રામદેવસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી એમ ચૌહાણ કેળવણીકાર મેરૂભાઈ ટમાલીયા તથા બંને સંઘના , પ્રમુખ દેવાભાઇ સભાડ, મહામંત્રી ગંભીરસિંહજી, રણજીતસિંહ ગોહિલ, આકાશભાઈ પટેલ, બળદેવભાઈ ખટાણા, રણજીતસિંહ પરમાર, તથા શિક્ષણ બોર્ડના સભ્ય હરદેવસિંહ રાણા હાજર હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સી.આર.સી મિત્રો તથા શિક્ષક મિત્રોએ રક્તદાન કેમ્પમાં પોતાનો સહયોગ પુરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...