કાર્યવાહીની લોકમાંગ:ધ્રાંગધ્રા તા. ના કુડા-જશાપર રોડ પરના મેલડીમાના મંદિરમાં ચોરી

ધ્રાંગધ્રા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં અગાઉ ચાર વખત દાનપેટીની ચોરી થઇ હતી, વધુ એકવાર ચોરી થતાં કાર્યવાહીની લોકમાંગ

ધ્રાંગધ્રાના કુડા-જશાપર રોડ પર મેલડીમાનુ મંદીર આવેલું છે. જયાં વારમાંવાર ચોરીના બનાવ બને છે.અહીં અગાઉ ચાર વખત દાન પેટીની ચોરી બાદ ફરીવાર મદીરમાંથી માતાજીના સોના ચાંદીના દાગીની ચોરીનો બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયો છે.આ અંગેની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.

ધ્રાંગધ્રા વિસ્તારમાં શિયાળામાં ઠંડીને લઈને ચોરીના બનાવ વધવા લાગ્યા છે.ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના કુડા-જસમતપુર રોડ ઉપર કેનાલ વાળી મેલડી માંનુ મંદિર આવેલું છે.આ મંદિરે ચોરો અગાવ બનાવ બનેલ ચાર વખત મંદિર ની દાનપેટી તોડી ચોરી થઇ છે. ત્યારે ફરીએક વાર રાત્રે ચોરીનો બનાવને અંજામ આપતા પાંચમી વખત માતાજીની મૂર્તિ ઉપર સોનાના ઘરેણા તેમજ દાનપેટી કીમત 25 હજારની ચોરો ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે.આમ વારંવાર ચોરીના બનાવને લઇ લોકોમાં રોષ ફેલાતા ચોરોને જલદી પકડવામા આવે એવી સ્થાનિકોએ માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...