ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન 100 બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે તા 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ યોજવામાં આવેશે. તા. 15 જાન્યુઆરીના રોજ રાજયપાલ આચાર્ય દેવરતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વરદ હસ્તે ભુમી પુજન કરવામાં આવશે.
ત્યારે દેશ-વિદેશના અનેક મહાનુભાવો, રાજકીય આગેવાનો. એનઆરઆઈ સતો મહતો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહશે. જેની તડામાર તૈયારી રામકૃષ્ણ દાસજી સ્વામીના સાનિધ્યમાં સતો હરિભક્તો અને શાળાના આચાર્ય શિક્ષકો હરિભકતો કરી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા, હળવદ, પાટડીના દર્દીઓને રાહત દરે અધતન સારવાર પરી પાડવામાં આવશે.
ગત કોરોના વૈશ્વિક મહામારીમા કોરોના દર્દી માટે હોસ્પિટલોમાં જગ્યા ન હતી. ઓક્સિજનના બાટલા મળવા મુરકેલ હતા. અને કદાચ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનના બાટલા મળી પણ જાય તો આર્થિક રીતે બહુ ખર્ચ કરવો પડતો. આવા સમયે રામકૃષ્ણદાસજી સ્વામીના હૃદયકમળમાં આ બધી પરિસ્થિતિ જોઈને માનવ સેવા પરમો ધર્મ'' એ ન્યાયે દેશસેવા તેમજ માનવ સમાજના કલ્યાણ માટે સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં કોરોના સારવાર કેન્દ્ર આરંભ કરવા માટેના શુભ સંકલ્પ થયો. તેથી તે વિસ્તારના ડેપ્યુટી કલેકટર ને પત્ર લખી આ બાબતે જાણ કરી.
ડેપ્યુટી કલેક્ટર એ જરૂરિયાત મુજબ 100 બેડની માંગણી કરી. અને તારીખ 11-4-2021ના રોજ ઘનશ્યામ ભુવન કોરોના સારવાર કેન્દ્ર તરીકે કોરોના દર્દી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું. આશરે દોઢેક મહિના સુધી આ કોરોના સારવાર કેન્દ્ર ચાલ્યું.
જેમાં દર્દીનારાયણની સેવામાં સંતોએ, ઘણા હરિભક્તોએ, વિદ્યાર્થીમિત્રોએ તેમજ ત્યાં કાર્ય કરી રહેલા કર્મચારીઓએ પોતાના જીવના જોખમે સારો એવો સહયોગ આપ્યો કોરોના સારવાર કેન્દ્રમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ અને તેમની સાથે આવેલ તેમના કુટુંબીજનોને તેમજ કોરોના સારવાર કેન્દ્રની આખીયે ડોક્ટર ટીમ તેમને ત્રણ ટાઈમ ભોજનની વ્યવસ્થા સાથે સાથે તમામ સારવાર સાવ નિ:શુલ્ક. સાજા થઈ રહેલા કોરોનાના દર્દીઓ તેમજ તેમના કુટુંબીજનોના આંખમાં હરખના આંસુ હતા.
આ બધા જ લોકોના હૃદયના ઉદગારો સાંભળીને તેમજ આંખમાં હરખના આંસુરૂપી છલકાતા રાજીપાને જોઈને રામકૃષ્ણદાસજી સ્વામીના હૃદય કમળમાં ઘનશ્યામ મહારાજના સાનિધ્ય સમા સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ નવનિર્માણ કરવાના શુભ સંકલ્પ થયો હ તો.
આ સુવિધાઓ મળશે
રૂ. 15 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહેલી સ્વામિનારાયણ સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 9000 સ્ક્વેર મીટર જેટલાં વિશાળ ક્ષેત્રફળમાં ઊભી થશે. જેમાં જનરલ સર્જરી વિભાગ, જનરલ OPD (M.D. ફીજીશીયન), હાડકા અને સાંધાનો વિભાગ, ગાયનેક વિભાગ (પ્રસુતી વિભાગ), બાળકોનો વિભાગ +NICU, ડાયાલીસીસ સેન્ટર, કીડનીનો વિભાગ, આંખનો વિભાગ, દાંતનો વિભાગ, ફિજીયોથેરાપી વિભાગ, મેડીકલ સ્ટોર,લેબોરેટરી વિભાગ, સોનોગ્રાફી વિભાગ, આર્યુર્વદિક વિભાગ,ઈમરજન્સી વિભાગ, વિભાગ, એમ્બ્યુલન્સ સુવિધા, જનરલ ઓટી અને 100 બેડની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.