તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ધ્રાંગધ્રા નગરપાલિકાનું 75 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

ધ્રાંગધ્રા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક સુવિધા સાથે વિકાસનાં કામોને આવરી લેવામાં આવ્યાં

ધ્રાંગધ્રા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા બજેટ માટે યોજવામાં આવી હતી. જેમાં વર્ષ 2021-2022નંુ 75 કરોડનંુ બજેટ સર્વાનું મતે મંજૂર કરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા નગરપાલિકાની સામાન્યસભા મળી હતી. જેમાં શહેરના વિસ્તારોમાં પાણી, ગટર, રસ્તા અને વીજળી, બાગબગીચા સાથેની પ્રાથમિક સુવિધાઓ માટેનું 75 કરોડનું બજેટ ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલના અધ્યક્ષ સ્થાને મળ્યુ હતું. વર્ષ 2021-22નું આ અંદાજપત્ર કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણાએ રજૂ કર્યુ હતુ.

તેમજ આ બજેટ બેઠકમાં ફાયનાન્સ કમિટીના યુવા ચેરમેન કરણદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ રફીકભાઇ યુ.ચૌહાણ શાસકપક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, ચીફઓફીસર રાજુભાઈ સી.શેખ, સુશીલભાઈ પટેલ, કલ્પેશભાઈ ઓજા શહેરની સુખાકારી સુવિધા માટે અંદાજપત્ર રજુ કર્યુ હતુ. જેને ભાજપના હાજર રહેલા તમામ ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યુ હતુ. આ સામાન્ય સભામાં બજેટ સીવાય અન્ય કોઈ એજન્ડા નહી હોવાથી સામાન્ય સભા દસ મિનિટમા પુર્ણ થઇ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો