નોટિસ:ધ્રાંગધ્રા પાલિકાએ 1 કરોડના વેરાની વસૂલાત માટે કડક ઉઘરાણી શરૂ કરી

ધ્રાંગધ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 2500 બાકીદારોને નોટિસ ફટકારાઇ
  • કનેક્શન કાપી મિલકત સીલ કરવા કાર્યવાહી કરાશે

નગરપાલીકાનીશ સમયથી 1.કરોડ ની વેરાની બાકી રકમની ઉધરાણી કડક કરી છે. જેમાં 2500 જેટલા બાકી દારોને નોટીસ ફટકારી રકમ ભરપાઈ કરવાનુ જણાવવામાં આવ્યુ છે. જ્યારે જરૂર પડયે બાકી રકમ નહી ભરનાર કનેકશન કાપી મીલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ છે.

ધ્રાંગધ્રા નગરપાલીકાના વેરાની સમયથી 1 કરોડની બાકી રકમ હોવાથીતંત્ર દ્વારા ઉધરાણી કડક કરવામા આવી છે. જેના માટે જૂદી જુદી ટીમો બનાવી બાકી દારોનો રૂબરૂ સંપર્ક કરી બાકી રકમ ભરપાઈ કરી જવાની તાકીદ તથા 2500 બાકીદારોને નોટીસ ફટકાર આવી છે. આ અંગે ધ્રાંગધ્રા નગરપાલીકાના વેરાકમટીના ચેરમેન દક્ષાબેન મહેશભાઈ મકવાણાએ જણાવ્યું કે લાંબા સમયથી બીલના બાકીદારો પાસે ઉધરાણી શરૂ કરવામા આવી છે.

કર્મચારીઓ રૂબરૂ જઇ સમજાવી વેરો ભરપાઈ કરવાનુ જણામા આવે છે. જ્યારે વેરો નહી ભરનાર સામે જરૂર પડ્યે નળ કનેકશન કાપી નાંખી અને મીલ્કતને સીલ કરી કડક કાર્યવાહી કરવામા આવશે. આમ નગરપાલીકાની કાર્યવાહીને લઇ બાકી દારોમા ફફડાટ વ્યાપી ગયો છે અને બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરવા માટે દોડધામ શરૂ કરવામા આવી હતી.