કડક કાર્યવાહી:ધ્રાંગધ્રા નગરપાલિકાએ ફાયર સેફ્ટી નહીં લેનાર 4 સ્કૂલનાં નળ કનેક્શન કાપ્યાં

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં કડક કાર્યવાહી: ચીફ ઓફિસર

ધ્રાંગધ્રા નગરપાલિકાએ ફાયર સેફ્ટી નહીં લેનાર ચાર સ્કૂલોના નળ કનેક્શન કાપીનાંખ્યા હતા.આમ કડક કાર્યવાહીને લઇ સ્કૂલના સંચાલકો દોડ ધામ મચી ગઈ હતી. જ્યારે આગમી દીવસોમાં ફાયર સેફ્ટીને લઈને વધુ કડકમાં કડક કાર્યવાહી કરાશેનું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું. દેશમાં સ્કૂલો, હોસ્પિટલો, બિલ્ડિંગો તથા કોમ્પ્લેક્સમાં આગના બનાવોની દુર્ધટનાઓ બનતા હોવાથી સુપ્રીમ કોર્ટના કડક કાર્યવાહી કરવાની આદેશ કરાયો હતો. જેને લઇ રાજ્ય સરકારે પણ સૂચનોને કરતા ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા અગાવ ડોક્ટરો, સ્કૂલો બિલ્ડિંગો, કોમ્પ્લેક્સમાં સહિત નાને ફાયર સેફ્ટી અંગે નોટિસો આપી હતી.

તેમ છતાં ફાયર સેફ્ટીની કામગીરી નહી કરાવતા ધ્રાંગધ્રા નગરપાલિકાએ સર અજીતસિંહ હાઈસ્કૂલના 2 નળ કનેક્શન, શીશુકુંજ વિદ્યાલાય, કે.એમ.સ્કૂલ સહીત ફાયર સેફ્ટીની કામગીરી નહી કરાવવા બદલ 4 નળ કનેક્શન કાપી નાખ્યા હતા. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર રાજુભાઈ શેખે જણાવ્યું કે ફાયર સેફ્ટીને લઇને 4 નળ કનેક્શન કાંપી નાખવામાં આવ્યા છે. આગમી દિવસોમાં ફાયર સેફ્ટી કામગીરી નહીં કરવાનાર સામે કોઈની શેહસરમ રાખ્યા વગર કડકમા કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...