અકસ્માત:ધ્રાંગધ્રા-કુડા ચોકડીએ બાઈક અને કાર વચ્ચે અકસ્માત, 3ને ઈજા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ત્રણને ઈજા થઈ હતી. - Divya Bhaskar
અકસ્માતમાં ત્રણને ઈજા થઈ હતી.

ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ ઉપર અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે કુડા ચોકડીએ બાઇક લઇને જતા ત્રણ મિત્રોને પાછળથી આવતી કારે ઉડાડતા ત્રણેયને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા અને દવાખાનામાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા હતાં.ધ્રાંગધ્રા- અમદાવાદ બાયપાસ ઉપર આવેલી ચોકડી પાસે અવારનવાર ગંભીર અકસ્માતનાં બનાવ બને છે. ત્યારે કુડા નરાલી ગામના અશોકભાઈ ગોગાભાઈ અને કુડા ગામના મુનાભાઈ ધીરુભાઈ અને શમ્ભુભાઈ અશોકભાઈ ત્રણેય યુવાનો સાંજના ધ્રાંગધ્રાથી ખરીદી કરી પોતાના ઘરે જતા હતા.

ત્યારે કુડા ચોકડીએ પુરપાટ ઝડપે આવેલી ટવેરા કારે બાઇકને ઉડાડતા ત્રણેય યુવાનોને ગંભીર ઈજા થતાં ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. આ બનાવને લઇને મોટી સંખ્યામાં પરિવારજનો અને લોકો ઉમટી પડ્યા હતા. તાલુકા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...