ઉમેદવાર સસ્પેન્ડ:ધ્રાંગધ્રા કોંગ્રેસના ઉમેદવારને ભાજપે સસ્પેન્ડ કર્યાં

ધ્રાંગધ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી પ્રકાશભાઈ વરમોરાને ટીકીટ આપવામાં આવતા મોટી માલવણ સીટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ગુજરીયા ઠાકોરે બળવો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જયારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાડઁના ડાયરેક્ટર વાઘજીભાઈ પટેલે આપમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા એક યાદી બહાર પાડી બળવો કરનાર સાત આગેવાનોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામા આવેલા. જેમા છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ગુજરીયા ઠાકોરને સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. જયારે આપના ઉમેદવારને સસ્પેન્ડ ન કરાતા ધ્રાંગધ્રા વિસ્તારમાં ચર્ચા જાગી છે. હાલ ધ્રાંગધ્રા પંથકમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ભારે ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...