ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા હળવદ રોડ પર ચાઈનીઝ દોરીની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.તેની પસોથી 23 ફીરકી કિમત રૂ.2300ના મુદામાલ જપ્ત કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સુચનાથી જિલ્લામાં ચાલતા ચાઈનીઝ દોરી તથા માઝાઓના વેંચાણ ઉપર પ્રતિબંધના જાહેરનામાનુ કડક અમલવારી હાથ ધરી છે. ત્યારે ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન અને સૂચનાથી સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જોરુભા રાઠોડને બાતમી મળી હતી.
જેના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.સારોદે તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.સૈયદ, પો.કોન્સ. યુવરાજસિં સોલંકી, મહાવિર સિંહ રાઠોડ, અશોકભાઇ શેખાવા, સંજયભાઇ પટેલ, વિક્રમભાઇ રબારી સહિત સ્ટાફ દ્વારા હળવદ રોડ ઉપરથી સુખદેવભાઈ ગોરધનભાઈ ઉડેચા જાતે ઠાકોર રહે વિરેન્દ્રગઢ વાળાને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ફિરકા નંગ 23ની કુલ કિંમત રૂ.2300નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધાવાયો હતો.જયારે પોલીસે શહેરમા દોરી પતગનુ વેચાણ કરતા વેપારીને ત્યાં ચેકીંગ કામગીરી કરવામાં આવશે પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચાણ કરતાં તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.