કાર્યવાહી:20 વાહન ડિટેઇન કરીને 95 ચાલકને 10,000નો દંડ ફટકારાયો

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા શહેરમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી
  • રાત્રિ દરમિયાન બગીચા પર પોલીસનું પેટ્રોલિંગ, સાદા ડ્રેસમાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે

ધ્રાંગધ્રા શહેરમાં મેઈન બજાર અને વનવે રોડ પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને ડીવાયએસપી અને પીઆઈ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક અડચણ રૂપ 20 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા. અને 95 વાહનને અંદાજે રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવતા વાહનચાલકો ફફડાટ ફેલાયો હતો. ધ્રાંગધ્રા શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ અને રોડ અડચણરૂપ લારી ઊભી રહેતી હોવાથી શહેરના રાજકમલ ચોક, શકિતચોક, નવયુગ રોડ, શાકમાર્કેટ રોડ, ઝાલા રોડ, બાભાશેરી, મેઈન બજારમાં ટ્રાફિકની ભારે સમસ્યાને લઈને લોકો પરેશાન હતા.

ત્યારે ડીવાયએસપી જે.ડી. પુરોહિતની સૂચનાને લઈને સીટી ઈન્ચાર્જ પીઆઈ સોલંકી દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે નીકળી કોઈની શેહસરમ રાખ્યા વગર ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગ કરેલા બાઇકો, રિક્ષા-છકડા, કાર અને લારીઓ સહિત કુલ 20 ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ટ્રાફિક ભંગ કરતા 95 લોકોને અંદાજે રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આમ સીટી પોલીસ દ્વારા લાંબા સમય બાદ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકો ફફડાટ વ્યાપી ગયો હતો. અને શહેરના વેપારી અને લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.આ અંગે સીટી પીઆઈ સોલંકીએ જણાવ્યું કે ટ્રાફિક અડચણરૂપ વાહન અને, લારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા ફૂટપાથ પર અડચણ રૂપ સામાનો રાખે, રાતના બગીચા પર પોલીસનું પેટ્રોલિંગ અને સાદા ડ્રેસમાં પોલીસ ફરી કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...