રોષ:મોટી માલવણમાં સાંથણીની જમીનનો કબજો સોંપવાની માગ

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી  સાથણીની જમીનનો કબ્જો સોપવાની માગં કરાઈ હતી. - Divya Bhaskar
ધ્રાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી સાથણીની જમીનનો કબ્જો સોપવાની માગં કરાઈ હતી.
  • ડૅપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું
  • કબજો નહીં સોંપાય તો ​​​​​​​આંદોલનની ચીમકી અપાઈ

ધ્રાંગધ્રાની મોટી માલવણ ગામમાં સાંથણીની જમીનનો કબજો સોપવાની માંગ સાથે ડૅપ્યુટી કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સાથે જ જમીન સોંપવાની કામગીરી નહીં કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી.

મોટી માલવણ ગામે વર્ષ 2006માં સાંથણીમાં મળેલી જમીનનો કબજો આજ સુધી લાભાર્થીઓને મળ્યો નથી. તેથી ધ્રાંગધ્રાના ડૅપ્યુટી કલેકટર, મામલતદાર, જિલ્લા કલેક્ટર અન્ય અધિકારીઓને અનેક વાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગુરૂવારે ડૅપ્યુટી કલેક્ટરને આવેદન આપી કબજો સોંપવા માગ કરાઈ હતી. 10 દિવસમાં હક નહીં આપવામાં આવે તો ડૅ. કલેક્ટરની ઑફિસે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. આવેદન આપવા સામાજિક કાર્યકર શાંતિલાલ રાઠોડ સહિતના લોકો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...