તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકને નુકસાન:ખેતરોમાં વીજલાઈન નાખવા કંપનીને વળતર આપવા માગ

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં વીઝથાંભલા નખતાં પાકને નુકસાન

ધ્રાંગધ્રા તાલુકામા વીજકપનીના કોન્ટ્રાકટ દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજથાંભલા નાખી લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોના પાકને નુકસાન થતું હતુ. આથી યોગ્ય વળતર નહી આપતા હોવાથી 50 મુદ્દા અમલીકરણ સમિતિ ચેરમેનને રજૂઆત કરાતા તેઓએ ઊર્જામંત્રીને રજૂઆત કરતા ઊર્જામંત્રીએ યો્ગ્ય કરવાના આદેશ કર્યા હતા.

ધ્રાંગધ્રામા થોડા સમયથી વીજકપની દ્વારા ખેતરોમાં થાંભલા નાખી લાઈન નાખવામાં આવી રહી છે. જે ખેડૂતોના વાવેતર કરેલા મોલમાં દાદાગીરી પૂર્વક કામગીરી કરી પાકને નુકસાન કરે છે. જ્યારે યોગ્ય વળતરનહી આપતા હોવાની રજુઆત ધ્રાંગધ્રા તાલુકા રાજસીતાપૂર, પ્રતાપપુર, પ્રથુગઢ, ખાભળા, ધોળી, ગાજનવાવ, બાવળી સહિતના ગામ ખેડૂતો દ્વારા 50 મુદ્દા અમલીકરણ સમિતિ ચેરમેન આઈ.કે.જાડેજાને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે વીજકપનીનુ કામ લાકડિયાથી વડોદરા વચ્ચે 765 કે.વી લાઇન નાખી ખેતીલાયક જામીનમાં થતા નુકસાન કરી ખેડૂતોના ખેતરોમા વીજ ટાવર તથા વીજલાઈન દાદાગીરી અને બળજબરીથી ઉભા મોલમાં નાખી પાકને નુકસાન કરી યોગ્ય વળતર નહી આપતા હોવાની રજૂઆત કરી હતી. આથી આઈ.કે.જાડેજાએ ઉર્જામત્રી સૌરભભાઇ પટેલને લેખિત અને રૂબરૂ રજૂઆત કરતા તેઓએ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને આદેશ કરી નિયમ મુજબ ખેડૂતોને વળતર ચુકવા અને ઊભા પાકને નુકસાન ન થાય તેમાટે જણાવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...