વાવેતરમાં ઘટાડો:ધ્રાંગધ્રા પંથકમાં ઉનાળાના તાપને લઈને ચોમાસાનાં આગવા વાવેતરમાં ઘટાડો

ધ્રાંગધ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 ડિગ્રીથી વધુ તાપમાન રહેતાં ખેડૂતો વાવેતર કરતા નથી

ધ્રાંગધ્રા પથકમાં ઉનાળામાં 45 ડિગ્રીથી તાપમાન રહેતા જતા ચોમાસાના આગવા પાકને અસર થશે. અને ઉનાળુ પાકનું વાવેતર ગત વર્ષ કરતા 8થી 10 હેકટરમાં ઘટાડો આવ્યો છે. આમ નર્મદા કેનાલ બંધ થતા ચોમાસાનું આગવું વાવેતર પણ ઘટશે. સાથે તાપ પડતા ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે. ધ્રાંગધ્રા વિસ્તાર પિયત વિસ્તાર છે. ખેડૂતો બોરના પાણી અને નર્મદાના પાણી દ્વારા 3 સિઝન ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ વાવેતર કરે છે. ત્યારે કેનાલ બંધ હોવાથી ચોમાસાના આગવા વાવેતર અસર થઇ છે.

અને સાથે ઉનાળામાં 45 ડિગ્રી તાપમાન રહેતા ચોમાસામાં આગવું વાવેતર કપાસ અને મગફળીના પાકનુ વાવેતર ખેડૂતો બળી જવાની બીકે નહી કરતા ઘટાડો આવશે. તે સિવાય ઉનાળુ વાવેતરમાં તલ, બાજરી, જુવાર, મગફળી, ગવાર સહિતના પાકનુ વાવેતર કરે છે. ત્યારે સરકાર દ્વારા અગાઉથી નર્મદાના પાણી નહીં આપવાની જાહેરાત કરતા ઉપરાંત તાપ પડતા અને કેનાલ બંધ થઈ જતા ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન સાથે ચોમાસાના આગવા વાવેતર ઘટતા ખેડૂતો મુશ્કેલીઓ મુકાઈ ગયા છે.

ત્યારે વિસ્તાર ખેડૂતોના મોટા ભાગના ખેતરો વાવેતર વગર ખાલી પડેલા જોવા મળી રહ્યા છે. અને ઉનાળુ પાકનું વાવેતર ગત વર્ષ કરતા 8થી 10 હેકટરમાં ઘટાડો આવ્યો છે. ખેડૂત રાજેન્દ્રસિંહ જાડેજા, હસુભાઈ પટેલે જણાવ્યું કે નર્મદાનું પાણી બંધ થતા ભારે તાપને લઈને પાક બળી જવાની બીકે ખેડૂતો ચોમાસાનુ આગવુ વાવેતર નહી કરી ખેડૂતો ખેડીને ચોમાસું વાવેતર માટે તૈયાર કરી મુકી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...