સુરેન્દ્રનગર જિલ્લો જીલ્લો કપાસના ઉતપાદનનું પીઠુ ગણાય છે.હાલ જિલ્લાના કપાસ બજારમા લાંબા સમય બાદ મંદી જોવા મળી છે.આથી એક મણે 150 રૂપીયા નો ઘટાડો આવતા હાઇ રૂ.1775 રૂપીયા મણે નીચે ભાવ બોલાવા લાગ્યા છે.આમ મંદી આવતા બજારમાં આવક ઘટી છે અને ખેડૂતો ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જીલ્લો કપાસના ઉત્પાદન અને વાવેતર ક્ષેત્રે રાજયમાં અવ્વલ નંબરે આવે છે. અહીંના વાયદાના બજારના ભાવમાં સુરેન્દ્રનગરના ભાવની અસર દેશ અને વિદેશના બજારમાં અશર જોવા મળે છે. કપાસના ભાવ લાંબા સમયથી મણે રૂ.1,925થી ઉપર જોવા મળતો હતો.
જે એકા એક લાંબા સમય બાદ કપાસનામાં મંદી જોવા મળી અને વાયદો 150ના ઘટાડા સાથે રૂ.1775 રૂપીયાની નીચે બોલાવા લાગ્યો છે.આમ ભાવ રૂ.1775 બોલાવા લાગતા એકા એક ભાવમા ઘટાડો આવવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે.આથી તેઓહાલ કપાસ સંધરી રાખી ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે.આથી માર્કેટીંગયાર્ડમાં કપાસની આવક ઘટી છે. આ અંગે કપાસના વેપારી મનુભાઈએ જણાવ્યું કે વિદેશી માંગ ઘટતા અને ખોળ કપાસીયા અને તેલબજારમાં ઘટડાને લઈને કપાસના ભાવભા ઘટાડો જોવા મળ્યો હતો તેજી મંદી તો બજારમાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.