તપાસ:ધ્રાંગધ્રામાં ખૂનની ફેર તપાસનો કોર્ટનો આદેશ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનના ખૂન કેસમાં 1ની ધરરકડ થઈ હતી

ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં 10 મહિના પહેલા યુવાનનું ખૂન થયુંં હતું. જેમાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી. બનાવનો કેસ ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ દ્વારા વધુ આરોપી સંડોવાયા હોવાની શંકા સાથે ફરી તપાસ કરવાની અરજી કરતા કોર્ટ દ્વારા ગાહ્ય રાખી ફેર તપાસ કરવા માટેનો આદેશ કરાયો હતો.

ધ્રાંગધ્રાના આંબેડકર નગર વિસ્તારમાં 11 ફેબ્રુઆરી- 2021ના રોજ ઘરના ધાબા પર ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળતા અકસ્માતનો ગુનો નોધાયો હતો. પોસ્ટ મોટમ રિપોર્ટ આવ્યા બાદ ખૂનનો ગુનો નોધાયો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા તપાસ કરી આરોપી મનસુખભાઈ ઉર્ફે ગની પરમારની ધરપકડ કરાઈ હતી. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલ પરાક્રમસિંહ નટુભા ઝાલાએ તપાસના કાગળો, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ, જરૂરી ડોક્યુમેન્ટ જોતા બનાવમાં વધુ આરોપી સંડોવાયા હોવાની શંકા લાગી હતી. આથી ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ કોર્ટમાં ફેર તપાસ કરવા માટેની અરજી કરાઈ હતી. તપાસના કાગળો રજૂ કરી અને વધુ આરોપી સંડોવાયા હોવાની દલીલ કરાતા ધ્રાંગધ્રા એડિશનલ સેશન્સ જજ એસ.એમ. રાજપુરોહીત દ્વારા અરજીને ગાહ્ય રાખીને એસપી કક્ષાના અધિકારના માર્ગદર્શન નીચે ફેર તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...