તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ધ્રાંગધ્રામાં કોરોના કેસ ઘટતા રાબેતા મુજબ વેપાર ધંધા શરૂ

ધ્રાંગધ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઈડલાઈન મુજબ સોસ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝ પાલન કરવા અપીલ કરાઇ

ધ્રાંગધ્રા મા કોરોના ને લઈને બે માસથી લાેક ડાઉન વેપારીઓ દ્વારા તંત્રને સાથે રાખીને કરાયું હતું. હાલ કોરોના કેસ ઘટતા તંત્ર અને વેપારીઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરી બજારો રાબેતા મુજબ ખોલવાનું અને ગુમાસ્તાધારાના નિયમ મુજબ સોમવારે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.ધ્રાંગધ્રામાં કોરોનાના કેસ માં વધારો થતા શહેરના વિવિધ વેપારીઓ ના સંગઠનો સાથે વહીવટી તંત્રની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સપ્તાહમાં ચાર દિવસ સવારથી બપોર સુધી વેપારીઓને વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી. અને સપ્તાહના ત્રણ દિવસ શહેર સંપૂર્ણ બંધ રાખવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો હતો.

એ નિર્ણય 31 -5-21સુધી અમલી હતો. હાલ કેસમાં ઘટાડો જોવા મળતા હવે વેપારીઓ રાબેતા મુજબ પોતાના ધંધા કરી શકે તે માટે ની છૂટ આપવામાં આવી છે.પણ સરકારી ગાઈડલાઈનનુ પાલન કરવામાં આવે તે પણ જરૂરી છે. આથી શહેરના વેપારીઓ પોતાના ધંધા કરી રહ્યા છે. અને સરકારી ગાઇડલાઇન મુજબ સોસીયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને વેપારીઓ વેપાર કરી રહ્યા છે.

આખો દિવસ વેપાર કરવાની છૂટ આપવામાં આવતા શહેરની બજારમાં લોકો ખરીદી કરવા આવતા થયા હતા વેપારીઓ પણ પોતાના વેપાર કરી રહ્યા છે.અને ગુમાસ્તાધારાના નીયમ મુજબ સોમવારે બંધ રાખવામાં આવશે આમ વેપાર ધંધા રાબેતા મુજબ થતા વેપારીઓ મા આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...