વિવાદ:પ્રિન્સિપાલે તલાટી સાથે અભદ્ર ભાષામાં વાત કરતાં વિવાદ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામના તલાટી સાથે ગ્રામપંચાયતના કામ બાબતે મોટીમાલવણ પ્રિન્સિપાલે ફોન ઉપર અભદ્ર ભાષામાં વાત કરી ધમકી આપી હતી. આથી તલાટીએ ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત અરજી આપી ફરિયાદ કરી હતી.

ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ ગામે તલાટી કમમંત્રીનું કામ કરતાં બ્રિજેશભાઈ પટેલને ફોન ઉપર મોટી માલવણ ગામના પ્રિન્સિપાલ આર.કે ગોહીલે ગ્રામ પંચાયતમાં કામ બાબતે ફોન કરી અપશબ્દ બોલી અભદ્ર ભાષામાં વાત કરી કરી ધમકી આપી હતી. મોટી માલવણ ગામના તલાટી બ્રિજેશભાઈ પટેલે ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી મોટી માલવણ ગામના પ્રિન્સિપાલ સામે કાર્યવાહી કરવાની માગણી કરતા બનાવને લઇને ચકચાર ફેલાઇ છે.

આમ બંને સરકારી અધિકારીની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. આને લઈને ધાંગધ્રા તાલુકામાં મોટી માલવણના પ્રિન્સિપાલ સામે ફિટકારની લાગણી વરસાવી રહી છે.

આગમી દીવસોમાં બનાવને લઈને કયા પ્રકારની કાર્યવાહી થશે કે ધીના ઠામમાં ધી પડી જશેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અગે મોટી માલવણ ગામના પ્રીન્સીપાલ આર.કે.ગોહીલે જણાવ્યું કે આ અંગે હું કહી જાણતો નથી મને ખબર નથી.

અન્ય સમાચારો પણ છે...